વલસાડ-

જિલ્લામાં મેધરાજાએ મહેર કરી હતી. વાપી સહિતના તમામ તાલુકામાં ધીમીધારે વરસેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યારે જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબન ડેમની જળ સપાટીનું લેવલ 79.60 મીટર પર છે. મધુબન ડેમના ઉપરવાસમાં પણ વરસાદી માહોલ યથાવત રહેતા ડેમમાં 3426 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમના તમામ દરવાજા બંધ છે. તેમ છતાં 837 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં વહી રહ્યું છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તાલુકાઓમાં સરેરાશ અડધા થી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.