દિવસ દરમિયાન વાદળીયુ વાતાવરણ રહ્યા બાદ અને ૪૦ કિ.મીને ઝડપે ફૂંકાયેલા પવન સાથે ધોધમાર વરસાદ થતા ઓફિસથી છૂટીને ઘરે જઈ રહેલા લોકો અટવાઈ ગયા હતા. સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારમાં પાણી ભરાતા પાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરીન પોલ ખૂલી ગઈ હતી. જા કે થોડા સમયના વિરામ બાદ રાત્રે ફરી વીજળીના કડાકા સાથે વરસાદ થતાં ઠંડક થવાથી લોકોને ગરમીથી રાહત અનુભાઈ હતી.