જયપુર-

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની નિકટના લોકોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. ફર્ટીલાઇઝર કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા આજે ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. સીએમ ગેહલૌતના ભાઈ અગ્રસેન ગેહલૌતની ત્યા ઇડીનો દરોડો ચાલુ છે.

ઇડી રાજસ્થાનના જોધપુર, પશ્ચિમ બંગાળમાં બે સ્થળો, ગુજરાતમાં ચાર સ્થળો અને દિલ્હીમાં એક સ્થાન સહિત 6 સ્થળોએ દરોડા પાડી રહી છે. અગ્રસેન ગેહલોતની કંપની અનુપમ એગ્રી પર આરોપ છે કે મલેશિયા અને વિયેટનામમાં ખેડૂતોને રાહત દરે ખરીદેલા ખાતરને ઉંચા ભાવે વેચવામાં આવે છે. ઇડી અનુસાર, તે 150 કરોડનું કૌભાંડ છે.

તાજેતરમાં જ ફર્ટીલાઇઝર કૌભાંડમાં સીએમ અશોક ગેહલૌતના ભાઈ અગ્રસેન ગેહલોતનું નામ સામે આવ્યું છે. એવો આક્ષેપ કરવામાં આવે છે કે 2007 થી 2009 ની વચ્ચે અગ્રસેન ગેહલોતે ખેડુતોને લીધેલ ખાતર ખાનગી કંપનીઓને આપ્યું હતું. આ સમય દરમિયાન કેન્દ્રમાં મનમોહન સિંઘની સરકાર હતી અને અશોક ગેહલોત રાજ્યમાં મુખ્યમંત્રી હતા.