રાજસ્થાન: ભાજપના ધારાસભ્ય ગૌતમલાલ મીણાનું કોરોનાથી નિધન
19, મે 2021

ઉદયપુર-

રાજસ્થાનનાં ભાજપનાં ધારાસભ્ય ગૌતમલાલ મીણાનું કોરોના સંક્રમણની સારવાર દરમ્યાન નિધન થયુ છે. તેમની હાલત સંક્રમણનાં કારણે ખરાબ હતી. તેઓ સારવાર માટે મહારાણા ભોપાલ હોસ્પીટલમાં દાખલ થયા હતા. અહી તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. ગૌતમલાલ મીણા ઉદયપુર ધરીયાવદના ભાજપનાં ધારાસભ્ય હતા તેમની ગણતરી વસુંધરારાજે સિંધીયાનાં નજીકમાં થાય છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ તેમના નિધન પર સંવેદના વ્યકત કરી ટવીટ કર્યું હતું. ગૌતમ લાલનાં રૂપમાં ભાજપ પરિવારે એક અનમોલ રત્ન ખોયુ છે. તો મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ગૌતમલાલનાં નિધન પર શોક વ્યકત કર્યો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution