અમદાવાદ-

રાજ્ય વિધાનસભાના અધ્યક્ષને સોમવારે તત્કાળ તબીબી સારવારની જરૂર ઊભી થઈ હતી. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સોમવારે મોડી રાત્રે તબિયત લથડી હતી. જેથી તેઓને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા છે. રાજેન્દ્ર ત્રિવેદીને હાર્ટની તકલીફ થતા પહેલા ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતા. બાદમા અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમા લઈ જવાયા હતા, જ્યાં તેમની વધુ સારવાર માટે તબીબોનો સંપર્ક કરાયો હતો.

કોરોના મહામારીને પગલે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પણ ખોરવાયું હતું. આ દરમિયાન અનેક ધારાસભ્યો અને સરકારી અધિકારીઓમાં કોરોના સંક્રમણ ફેલાયું હતું. એક પછી એક ધારાસભ્યોને કોરોના હોવાના અહેવાલ સામે આ્વયા હતા. જોકે, આ પહેલા મહેસૂલ મંત્રી કૌશિક પટેલની પણ ગૃહમા તબિયત બગડી હતી. જેઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. અત્યાર સુધી ગુજરાત વિધાનસભામાં એક મંત્રી સહિત કુલ 180 માંથી 12 ધારાસભ્યો કોરોના પોઝિટિવ થયા હોવાનું જણાયું છે.