રાજકોટ-

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વધુ પ્રોફેસરના નામ વિદ્યાર્થીનીઓના ભણતર અને જીવતર બગાડવા બાબતે વિવાદમાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ યુનિવર્સિટીના M.P.Ed ભવનના પ્રોફેસર ડો વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ કરી છે. વિદ્યાર્થીનીએ આ ફરિયાદ ઈમેલ કરીને કુલપતિને કરી છે.

વિદ્યાર્થીની વર્ષ 2018-19માં M.P.Ed ભવનમાં અભ્યાસ કરતી હતી. તેણે કુલપતિને ઈમેલથી જણાવ્યું છે કે અભ્યાસ દરમિયાન તેના સાહેર ડો વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ તેમને રાત્રે 10 કલાક પછી મેસેજ કરી ત્રાસ આપતા હતા. એટલું જ નહીં તેમને તાબે થવા તેઓ ગોલ્ડ મેડલ અપાવશે તેવી લાલચ આપતા હતા. આ ત્રાસના કારણે વિદ્યાર્થીની વર્ષ 2019-20માં પોતાનો અભ્યાસ અધુરો છોડી દીધો હતો.  

હવે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ બંને પ્રોફેસરને હાલ 15 દિવસ માટે કેમ્પસમાં પ્રતિબંધિત કર્યા છે અને આ દિશામાં તપાસ શરુ કરી છે. મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર હરેશ ઝાલા સહિતના પ્રોફેસરોના નામ વિદ્યાર્થીની સતામણી મામલે સામે આવી ચુક્યા છે.