રાજકોટ-

રાજકોટ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કોઈએ અજાણ્યા વ્યક્તિએ જાણ કરી હતી કે, રેસ કોર્ષ પાર્ક બ્લોક નંબર 27ના પહેલા માળે ફ્લેટ નંબર 103માં કેટલાક શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ બાતનીને આધારે કન્ટ્રોલ રૂમમાંથી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે મળેલી બાતમીને આધારે સ્થળ પર રેડ કરતા ઈન્કમટેક્ષ વિભાગના 4 કર્મચારીઓ સુધીરકુમાર રામકુમાર યાદવ, આશિષ રાજસિંગ રાણા, રવિન્દ્ર સજ્જનસિંહ સિંધુ અને દેવેન્દ્રકુમાર ભાનુપ્રતાપસિંગને વિદેશી દારૂની મહેફિલ માણતા પ્રદ્યુમનનગર પોલીસ રંગે હાથે ઝડપી લીધા હતા. આ સમગ્ર મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ઇન્કમટેક્સ વિભાગની કચેરીના 4 કર્મચારીઓ રેસકોર્સ પાર્ક બ્લોક નંબર 27ના ફ્લેટ નંબર 103માં વિદેશી દારૂની મહેફિલ માણતા હતા. પોલીસે તેમના રંગમાં ભંગ પાડી આ ચારેય શખ્સને ઝડપી લીધા હતા.