રાજકોટ-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બંને પક્ષ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. રાજ્યમાં આજે ઘણી જગ્યા પર વિજય મુહૂર્તમાં ઉમેદવારો ફૉર્મ ભરશે. જે પૈકી રાજકોટ (Rajkot) ભાજપના 72 ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરશે.પૂર્વ ધારાસભ્ય અને વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવાર ભાનુ બાબરિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મેયર પદના ઉમેદવાર અંગે ભાનુબેને મેટ્રો સીટી તરીકે તૈયાર કરવાનો દાવો કર્યો છે. અશોકભાઈ ડાંગર, પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને મહાપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા સહિતના 9 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત વિના જ ઉમેદવારી ફોર્મ ભરી દેવાયા અનેક વોર્ડમાં હજુ કોંગ્રેસમાં કકળાટ યથાવત, સાંજ સુધીમાં નામો જાહેર કરવાનો દાવો પરંતુ તમામને ડાયરેકટ મેન્ડેટ જ અપાય તેવી સંભાવના

રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓ માટે આગામી 21મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. ભાજપે રાજ્યની તમામ છ મહાપાલિકાઓ માટે 576 ઉમેદવારોના નામની ઘોષણા એક જ દિવસમાં કરી દીધી છે અને આજે તમામ ઉમેદવારોએ નામાંકન ફાઈલ કરી દીધા છે. બીજી તરફ હજુ કોંગ્રેસને ઉમેદવારો પણ મળતા ન હોય તેવું લાગી રહ્યું છે. ઉમેદવારોની પ્રથમ યાદીમાં રાજકોટના 18 પૈકી 14 વોર્ડ માટે 22 મુરતીયાના નામોની ઘોષણા કર્યા બાદ સવારે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સમીતીના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને મહાપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા સહિત 9 ઉમેદવારોના નામ જાહેર કરવાના બદલે તેઓને ડાયરેકટ મેન્ડેટ આપી ઉમેદવારી ફોર્મ ભરાવી દેવામાં આવ્યા છે. શહેરના 18 વોર્ડની 72 બેઠકો પૈકી કોંગ્રેસ આજે માત્ર 31 બેઠક માટે જ ફોર્મ ભરી શકી છે. હજુ 41 નામો જાહેર કરવાના બાકી છે. એવો દાવો ચોક્કસ કરવામાં આવી રહ્યો છે કે, સાંજ સુધીમાં 41 નામોની ઘોષણા કરી દેવામાં આવશે પરંતુ જે રીતે અનેક વોર્ડમાં કકળાટ ચાલી રહ્યો છે તે જોતા હાલ લાગતું નથી કે કોંગ્રેસ ઉમેદવારોના નામની ઘોષણા કરે જેને લડાવાના છે તેને ડાયરેકટ મેન્ડેટ આપી દેવામાં આવશે.