રાજકોટ: ગોંડલના ટાઉનહોલ ખાતે 29 નગરપાલિકાની સમીક્ષા બેઠક યોજાઈ
18, સપ્ટેમ્બર 2020

ગોંડલ-

ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોક પીપળિયાએ જણાવ્યું કે, ટાઉનહોલ ખાતે યોજાયેલી દ્વારકા જામનગરથી લઈ સૌરાષ્ટ્ર રાજકોટ ઝોન હેઠળ આવતી 29 નગરપાલિકાની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં દરેક નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોને ફાઈનાન્સ બોર્ડના ધનસુખ ભંડેરી તેમ જ ગાંધીનગરથી હાજર અધિકારીઓ દ્વારા સરકારી ગ્રાન્ટના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગોંડલ શહેરના રોડ-રસ્તા, લાઈટ, પાણીની વ્યવસ્થા તેમ જ ટાઉનહોલ જેવા અદ્યતન માળખા દરેક નગરપાલિકામાં નિર્માણ થાય તેવા સૂચન કર્યા હતા. આ તકે ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલ શિંગાળા, ઠાકોર કોળી વિકાસ નિગમના ભુપત ડાભી હાજર રહ્યા હતા. રાજકોટના ગોંડલમાં અદ્યતન નવનિર્મિત ટાઉનહોલ ખાતે રાજકોટ ઝોન હેઠળ આવતી 29 નગરપાલિકાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ગાંધીનગર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution