રાજકોટ: કાલાવડ રોડ પર ST બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 3 લોકોના મોત 
03, ઓગ્સ્ટ 2021

રાજકોટ-

રાજકોટથી કાલાવડ રોડ પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મેટોડા GIDC નજીક અકસ્માત સર્જાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે, તો બે ઈજાગ્રસ્ત થયા છે. ત્રણેય મૃત વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ હતા. રાજકોટ હોમિયોપેથિક પારૂલ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાંથી પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રાજકોટના કાલાવાડ રોડ પર મટોડા જીઆઈડીસી પાસે બપોરે એક વાગ્યાના આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. એક મોટર કાર અને એસટી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. રાજકોટ થી રજૂણાની ST બસ કાલાવડ તરફ જતી આ સામે પુરપાટ ઝડપે આવતી સફેદ કલરની હોન્ડા અમેઝ કાર બસ સાથે અથડાઇ હતી અને કારની ઝડપ વધુ હોવાના કારણે તે બસની નીચેના ભાગમાં ઘુસી ગઇ હતી. કારમાં પાંચ વિદ્યાર્થીઓ સવાર હતા. જે તમામ પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. રાજકોટ હોમિયોપેથિક પારૂલ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાંથી પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution