રાજકોટ, રાજકોટ મહાનગર સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે અ મહાનગરને કોરોનાની ચુંગાલમાંથી જરા પણ રાહત મળે તેવું લાગતું નથી. શુક્રવારે ૧૫૦૦ કેસ આવ્યા બાદ શનિવારે સીધા ૧૭૦૭ કેસ આવ્યા છે. જ્યારે એક દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સાથે ગોંડલ, ધોરાજી, જેતપુર પંથકમાં સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાતા મહાનગરની સાથે આ ત્રણ નગરમાં પણ રાત્રિ કર્ફ્‌યૂ લાદવામાં આવ્યો છે.

રાજકોટમાં કોરોનાના કેસ વધવા સાથે ટેસ્ટિંગ પણ વધ્યું છે. એન્ટીજન ટેસ્ટિંગ ઉપરાંત ટેસ્ટિંગ માટે લોકોનો ઘસારો વધ્યો છે. ટેસ્ટિંગ માટે લોકોનો ઘસારો વધતા હવે સરકારી સાથે ખાનગી લેબ ઉપર પર ભારણ વધ્યું છે. જેના કારણે હવે લોકોને રિપોર્ટ પણ ૨ થી ત્રણ દિવસે મળી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓના ઘસારાને પગલે રિપોર્ટ ૩ દિવસે આવે છે. તો ખાનગી લેબમાં રિપોર્ટ આવતા ૨ દિવસનો સમય લાગી રહ્યો છે. આ અંગે ખાનગી લેબના ટેક્નિશિયન શ્રેયા કાવરે જણાવ્યું હતું કે, અમારી લેબમાં રોજ ૪૫૦થી ૫૦૦ લોકોના ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ થાય છે. જેમાંથી રોજ ૨૪થી ૩૦ દર્દીઓ પોઝિટિવ આવે છે. જ્યારે સિવિલમાં અને મહાપાલિકા દ્વારા રોજ ૨ હજાર કરતા વધુ ટેસ્ટ કરવામાં આવે છે. ખાનગી લેબમાં ૧૨ કલાકમાં ઇ્‌-ઁઝ્રઇ રિપોર્ટ મળે છે. જ્યારે સરકારીમાં ૪ દિવસ જેટલો લાંબો સમય લાગે છે.રાજકોટ શહેરમાં ૨૪ કલાકમાં ૧૭૦૭ કેસ આવતા દર કલાકે ૭૧ નવા પોઝિટિવની સરેરાશ બની છે. જેની સામે હજુ પણ ટેસ્ટની સંખ્યા ૧૦,૦૦૦ પણ થઈ નથી.

આ નવા કેસની સાથે એક્ટિવ કેસની સંખ્યા સીધી ૮૧૦૦ થઈ છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં પણ દાખલ દર્દીઓની સંખ્યા ૭૧ છે અને તેમાંથી ૧૫ને ઓક્સિજન પર રાખવાની જરૂર પડી છે આ સિવાયના દર્દીઓની હાલત હાલ સ્થિર છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો આક તેના કરતા ક્યાંય વધારે જાેવા મળ્યો છે. આમ છતાં બીજી લહેરની સરખામણીએ હોસ્પિટલાઇઝેશનની સંખ્યા ખૂબ જ ઓછું છે તેથી તંત્રને રાહતથઈ છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં ગઈકાલે નવા ૧૭૦૭ કેસ અને ૪૪૮ દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ ગ્રામ્યમાં ૩૨૨ નવા કેસ અને ૧૧૫ દર્દી ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં એક દર્દીનું કોવિડ સારવારમાં મોત થયું છે. કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં ૫૪૦૬૧ પોઝીટીવ કેસ નોંધાઈ ચુક્યા છે અને હાલ ૮૧૦૦ એક્ટિવ કેસ છે. રાજકોટ શહેરમાં સૌથી વધુ કેસ વેસ્ટ ઝોનમાં આવ્યા છે.

આ કારણે ત્યાં હવે ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ કરવા માટે ર્નિણય લેવાયો છે. રાજકોટ મહાનગરપાલિકાની તમામ ટીમ પશ્ચિમ વિસ્તારમાં ફરી વળશે અને એક જ સપ્તાહમાં દરેક ધર ધર સુધી પહોંચીને ત્યાં કોણ કોણ કોવિડના લક્ષણો ધરાવે છે તેમજ વેક્સિનેશન કોણે નથી કર્યું તે સહિતની તમાબ બાબતોની તપાસ કરીને સ્થળ પર જ ટેસ્ટિંગ તેમજ જરૂર પડો ફ્લૂ કિટનું પણ વિતરણ કરશે. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ કેસની સંખ્યા એકદમથી વધી છે. શનિવારે સૌથી વધુ ૭૯ કેસ ગોંડલમાંથી આવ્યા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા ૧૧૬૨ થઈ છે જેમાંથી ૩૮ હોસ્પિટલાઈઝ છે તેમજ ૧૧૨૪ હોમ આઇસોલેટ છે. જાેકે ગ્રામ્યમાં પણ કેસની સરખામણીએ ટેસ્ટ ન વધતા પોઝિટિવિટી રેશિયો ૯ ટકાએ પહોંચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય એ કે રાજ્યમાં હવે કોરોનાના કેસો ઘટી રહ્યા છે.