ગાંધીનગર-

ફેબ્રુઆરી માસમાં યોજાનારી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને 72 બેઠકો માટે 750થી વધુ દાવેદારી નોંધાવ્યા બાદ હવે તેમાંથી મુરતિયાઓ નક્કી કરવા માટે આગામી તારીખ 1 થી પ્રદેશ ભાજપ પાલર્મિેન્ટ્રી બોર્ડની બેઠક શરૂ થવાની છે અને તેમાં રાજકોટ નો વારો તારીખ 2 ફેબ્રુઆરીના રોજ મંગળવારે સવારે 9:30 વાગ્યે રાખવામાં આવેલ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપ્ના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના ટોચના નેતાઓની હાજરીમાં પાલર્મિેન્ટરી બોર્ડની બેઠક મળશે અને તેમાં રાજકોટના મામલે નિર્ણય લેવા માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી મહા મંત્રીઓ દેવાંગ માકડ જીતુભાઈ કોઠારી ધારાસભ્યો ગોવિંદ પટેલ અરવિંદ ભાઈ રૈયાણી લાખા સાગઠીયા સંસદ સભ્ય મોહન કુંડારીયા પ્રદેશ ભાજપ્ના રાજકોટ ખાતે રહેતા આગેવાન બીનાબેન આચાર્ય સહિત નાઓને તારીખ 2 ફેબ્રુઆરી એ મંગળવારે સવારે 9:30 વાગ્યે ગાંધીનગર પહોંચી જવા માટે જણાવાયુ છે. ટિકિટ માટેના સંભવિત દાવેદારો અને તેના સમર્થકોને સાંભળ્યા બાદ નિરીક્ષકોએ પોતાનો અહેવાલ પ્રદેશ ભાજપ ને આપી દીધો છે અને વોર્ડ દીઠ 4 કોર્પોરેટર મુજબ બાર નામની પેનલ આપવામાં આવી છે તેમાંથી શોર્ટ લિસ્ટ કરીને એક વોર્ડ દીઠ ચાર-ચાર ઉમેદવારો નક્કી કરવામાં આવશે. રામ જન્મભૂમિ માં ફાળો આપ્યો હોય, ટ્વિટર એકાઉન્ટ હોય અને તેના ફોલોઅરની સંખ્યા વધુ હોય, 55 વર્ષ કે તેથી ઓછી ઉમર હોય, ભાજપ માટે શું કામગીરી કરેલ છે તે સહિતના અનેક નવા માપદંડ આ વખતે ટિકિટમાં જોવામાં આવશે અને તે બાબતને ધ્યાનમાં રાખી આ વખતે અનેક નવા ચહેરાઓને ટિકિટ મળે તેવી શક્યતા છે.