રાજકોટ: નવાગામમાં કૂવામાં પડેલા પુત્રને બચાવવા જતા પિતા-પુત્ર બન્ને ડૂબ્યા
23, સપ્ટેમ્બર 2020

રાજકોટ-

ગોંડલના નવા ગામમાં પિતા-પુત્ર બન્ને કૂવામાં ડૂબી જતા ચકચાર મચી ગઈ છે. બનાવ અંગેની વિગત એવી છે કે, નવા ગામમાં એક બાળક ખેતરના કૂવામાં ડૂબી રહ્યો હતો તેને બચાવવા માટે પિતાએ કૂવામાં છલાંગ લગાવી હતી. પરંતુ આ છલાંગ પિતા અને પુત્ર માટે મોતની છલાંગ સાબિત થઈ. પુત્રને બચાવવા કૂવામાં કુદેલા પિતા અને પુત્ર બન્નેએ જીવ ગુમાવવો પડ્યો હતો. આ બનાવની જાણ થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને બન્નેને બચાવવાના પ્રયાસો કર્યા હતા. આખરે ગોંડલ ફાયરબ્રિગેડે આવીને પિતા અને પુત્ર બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. બંને મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ડૂબી ગયેલા બાળકનું નામ દર્શન કંડોલિયા હતું જ્યારે તેના પિતાનું નામ હરેશભાઈ રવજીભાઈ કંડોલિયા હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution