રાજકોટ-

શહેરમાં અગાઉ 10 સ્થળોએ વેક્સિન આપવા માટેની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે ફરી તેમાં ફેરફાર થયો છે. આમાં રાજકોટ શહેરમાં 6 સ્થળોએ જ્યારે રાજકોટ જિલ્લામાં 3 સ્થળોએ વેક્સિન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લામાં ગોંડલ, જેતપુર, જસદણ ખાતે વેક્સિન આપવામાં આવશે. રાજકોટમાં વેક્સિન પ્રક્રિયાને લઈને કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, શહેરના અલગ અલગ 6 આરોગ્ય કેન્દ્ર ખાતે 100-100 વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવશે. એટલે રાજકોટ જિલ્લામાં પ્રથમ દિવસે અંદાજિત 900 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. આ માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આવતીકાલે રાજકોટ પીડિયુ હોસ્પિટલમાં પીએમ મોદી પણ લાભાર્થીઓ સાથે સંવાદ કરવાના છે. રાજકોટ સહિત આવતીકાલે દેશભરમાં વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન યોજવાનું છે. આ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શરૂ કરવાના છે. રાજકોટ શહેરમાં અગાઉ 10 સ્થળોએ વેક્સિન આપવામાં આવવાની હતી. જેની જગ્યાએ હવે 6 સ્થળોએ જ વેક્સિન આપવામાં આવશે. જ્યારે રાજકોટ જિલ્લામાં 3 જગ્યાએ આ વેક્સિન આપવાનો કાર્યક્રમ ગોઠવમાં આવશે. રાજકોટ પીડિયુ કૉલેજ ખાતે પીએમ મોદી વર્ચ્યૂઅલ સંવાદ કરશે.