રાજકોટ-

રાજકોટ નાગરિક સહકારી બેંક મવડી પ્લોટ શાખામાંથી ધીરજલાલ રણછોડભાઇ રાઠોડને ધિરાણ અપાયેલ હતું. થોડા સમય બાદ આ ખાતુ ડિફોલ્ટર (એનપીએ) થયુ હતું અને ખાતેદારે આપેલ વસુલી રકમનો ચેક પરત ર્ફ્યો હતો. જેથી બેંકે તા. 8/2/2016માં રાજકોટની નેગોશીયેલ કોર્ટમાં ચેક રિર્ટનનો કેસ દાખલ ર્ક્યો હતો. એ મૂળ ચેક રિટર્નની રકમ જેટલી રકમ જમા કરાવી ન હતી. એડી. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ ધીરજલાલ રણછોડભાઇ રાઠોડને એક વર્ષની જેલની સજા અને ચેક રિટર્નનાં વળતર રૂપે રૂ. 1,21,709/-ની રકમ ચુકવવાનો હુકમ કરેલ હતો. જો ન ચુકવે તો આરોપીને બીજા છ માસની જેલની સજા ફટકારી હતી. આ ચુકાદા સામે ધીરજલાલ રણછોડભાઇ રાઠોડે તા. 22/2/19 ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં અપીલમાં ગયા હતા. ત્યારબાદ છઠ્ઠા એડીશ્નલ સીનીયર જજ્જ પ્રશાંતભાઇ જૈનની કોર્ટમાં કેસ ચાલી જતાં ફરીથી બેંકની તરફેણમાં તા. 2/2/2020ના ઓર્ડર કર્યો છે અને જેલની સજા કાયમ રાખી છે. ચેક રિટર્નનાં કેસની આ કામગીરીમાં બેંક વતી એડવોકેટ આર. બી. ગોગીયા હતા. નીચલી કોર્ટના હુકમને ઉપલી કોર્ટે માન્ય રાખી ચેક રિર્ટનનાં કેસમાં એક વર્ષની જેલની સજા અને વળતરનો ચુકાદો આપતા બેંકનાં અન્ય બાકીદારોમાં ફફડાટ વ્યાપ્યો છે.