રાજકોટ-

મોબાઈલ ચોરીને અટકાવવા માટે શહેર પોલીસ કમિશ્નર મનીજ અગ્રવાલ દ્વારા તેને પકડવાની સૂચના આપવામાં આવી હતી. આ ચોરી કરતા લોકોને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના લોકોને ચોરી કરતા લોકો વિશે બાતમી મળી હતી.

આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મોબાઈલ ચોરી કરતા 2 શખ્સોને પકડીયા છે. પોલીસને તે બે શખ્સો પર શંકા જતા રાજકોટ રેલવે સ્ટેશન પાસે ઉભા રાખ્યા, અને પુછપરછ કરતા તેની પાસેથી 18 મોબાઈલ પકડાયા. આ 18 એન્ડ્રોઇડ મોબાઈલની કિંમત 90,000 આંકવામાં આવી છે. આરોપીની પુછપરછ કરતા માહિતી મળી કે, બે આરોપીમાંથી એક આરોપી 'રાધે' રાજકોટમાં નવા કન્ટ્રક્શનના કામ કરતો. તેમાં જે મજુર લોકો હોય તેનો મોબાઈલ ચોરી કરતો તેમજ ટ્રેનમાં મુસાફરી કરતા જે લોકો સુતા હોય તેના મોબાઈલ ચોરી કરતો. બીજો આરોપી ઈબ્રાહીમશા મોબાઈલના લોક તોડી બીજા લોકોને વેચતો. આખરે જે રૂપિયા મળતા તે બંને ભાગ પાડી લેતા.