રાજકોટ ક્રાઇમબ્રાન્ચે ઓનલાઈન જુગાર રમતા શખ્સની કરી ધરપકડ
09, ઓક્ટોબર 2020

રાજકોટ-

સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં દિવસેને દિવસે ગુન્હાખોરીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે સાયબર ક્રાઈમમાં પણ રાજકોટ પાછળ નથી રહ્યું, આવા જ એક શખ્સને રાજકોટ ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યો છે. શહેરના સંતકબીર રોડ પર આવેલ રણછોડનગર 2 નજીકથી ક્રાઇમબ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. જે ઇગલ એક્સચેન્જ 99.COM પર આઈ.ડી બનાવીને જુગાર રમતો અને રમાડતો હતો. જેને રાજકોટ ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપીનું નામ જગ્નેશ ધિરજલાલ રાદડીયા છે. જેની પાસેથી ક્રાઇમબ્રાન્ચે બે મોબાઈલ અને રોકડ રૂપિયા 30 હજાર કબ્જે કર્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution