રાજકોટ: જી.આઇ.ડી.સી અધિક્ષક ઇજનેર સામે અપ્રમાણસર મિલ્કતનો નોંધાતો ગુનો
21, ઓક્ટોબર 2020

રાજકોટ-

રાજકોટ ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના અધિષક ઇજનેર પાસેથી રૂ.૧ કરોડની મિલ્કત મળી આવતા લાંચ રૂશ્વત શાખા દ્વારા અપ્રમાણસરની મિલ્કત વિરોધી કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે. વધુ વિગત મુજબ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના એકઝકિયુટીવ એન્જીનીયર હિતેન્દ્ર રતિલાલ પરમારે પોતાની ફરજ દરમિયાન ભષ્ટાચાર આચર્યાની લાંચ રૂશ્વત શાખાને અરજી મળતા જેની મંજૂરી મેળ્યા બાદ તપાશ શરૂ કરવામાં આવી હતી. 

હાઇકોર્ટ દિશા નિર્દેશ અને સીબીઆઇની ગાઇડ લાઇન મુજબ નાણાકીય સલાહકાર દ્વારા ફોટેન્સીંક એકાઉન્ટીંગ કરી વિગતવકર વિશ્ર્લક્ષણા કર્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લાંચ રૂશ્વત શાખા દ્વારા જી.આર.ડી.સી.ના અધિક્ષક ઇજનેર હિતેન્દ્ર રતિલાલ પરમારે વર્ષ ૨૦૧૦થી ૧૭ના પોતાના ફરજ કાળ દરિમ્યાન કાયદેસરની આવક સ્ત્રોત સાધનાર્થી ૩.૫૯ કરોડના બદલે ૪.૫૯ કરોડથી વધુની મિલ્કતો બહાર આવતા રૂ.૧ કરોડની અપ્રમાણસરની મિલ્કત વસાવી હોવાનું અને કાયદેસરની આવકની સરખામણીમાં ૩૫.૩૭ ટકા વધુ હોવાનું તપાશમાં ખુલ્યું હતુ. 

હાલ જી.આઇ.ડી.સી. અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવતા હિતેન્દ્ર પરમાર સામે લાંચ રૂશ્વત શાખાના રાજકોટ એકમના મદદનીશ નિયામક એ.પી. જોડેજા હોદ્દાનો દુર ઉપયોગ કરી ભષ્ટાચાર આચર મેળવેલા નાણાથી મિલ્કતો વસાવી હોવાથી સરકાર પક્ષે ફરિયાદ બન્ન ભષ્ટાચાર નિયામક અધિનિયમ ૧૯૮૮ સુધારેલ કલમ હેઠળ ૧૩ (૧), (બી) અને ૧૩ (૨) મુજબ ગુંનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution