ક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્કમાં રાજકોટે ૪ સ્ટાર મેળવ્યા
27, જુન 2021

રાજકોટ, ક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્કએ ભારતીય શહેરોમા ટેક્લાયમેટ (આબોહવા)ને લગતા પરિમાણો પરનું પ્રથમ પ્રકારનું શહેર આકારણીનું માળખું છે. હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલયે ફેબ્રુઆરી ૨૦૧૯માં તેની શરૂઆત કરી હતી. ક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક અંતર્ગત શહેરોનું તેમની હાલની ક્લાયમેટની પરિસ્થિતિ અને તે અંતર્ગત ક્લાયમેટ રેસિલિઅન્સ માટે શહેરોએ લીધેલા પગલાંઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. જેમાં ૧૨૬ શહેરે ભાગ લીધો હતો. જેમાં ક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્કમાં રાજકોટ શહેરે ૪ સ્ટાર મેળવ્યા છે. ૧૨૬ શહેરમાંથી માત્ર ૯ને ૪ સ્ટાર રેટિંગ મળ્યા છે. તેમજ ગુજરાતમાંથી રાજકોટ ઉપરાંત અમદાવાદ અને સુરતની પસંદગી થઈ છે. પ્રત્યેક શહેરનું આ ૫થી મેટિક એરિયામાં મૂલ્યાંકન કરવામાં આવ્યું જેમાં એનર્જી અને ગ્રીનબિલ્ડિંગ, અર્બન પ્લાનિંગ, ગ્રીનકવર અને બાયોડાઇવર્સિટી. મોબિલિટી અને એરક્વોલિટી. વોટર મેનેજમેન્ટ અને વેસ્ટ મેનેજમેન્ટ છે.શહેરોને તેમની કામગીરીને આધારે સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. રાજકોટ શહેરને તેની કામગીરીમા ટેક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક અંતર્ગત ૪ સ્ટાર મળ્યા છે. જે જાહેર કરેલા પરિણામોમાં કોઈ પણ શહેરને મળેલ સૌથી વધુ રેન્કિંગ છે. રાજકોટે કરેલી તમામ કામગીરીઓમાંથી શહેરના એનર્જી એફિસિએંટ સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટનો સિટીઝ રેડીનેસરિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરે આ મૂલ્યાંકનમાં ઝ્ર ફન્ડેડ પ્રોજેક્ટના સહયોગથી ભાગ લીધો હતો. ચોમાસાની ઋતુને ધ્યાને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રિ-મોન્સૂન કામગીરીને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા અને સમીક્ષા કરવા માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ત્રણેય ઝોનના નાયબ મ્યુનિ. કમિશનર સહિતના અધિકારી સાથે મિટિંગ યોજી હતી. જેમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરવાના પ્રશ્નો, તેના કારણો અને ઉકેલો સહિતના મુદ્દાઓ પર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કમિશનરે ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાના પ્રશ્નને અત્યંત ગંભીરતાથી હાથ પર લીધો છે અને તંત્રની કામગીરીમાં કચાશ ના રહે તેના પર ખાસ ભાર મુક્યો હતો.

રાજકોટમાં જે જે વિસ્તારોમાંથી પાણી ભરાવાની ફરિયાદો આવતી રહે છે ત્યાં અધિકારીઓને સ્થળ મુલાકાત કરી સ્થાનિક કોર્પોરેટરો પાસેથી ફીડબેક મેળવવા અને તેમાં એન્જિનિયરિંગ દ્રષ્ટિકોણ સાથે કેવા કેવા પ્રકારના શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઉકેલ લાવી શકાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. સાથોસાથ જે વિસ્તારોમાં વધુ સમય માટે વરસાદી પાણી એકત્ર થતું હોય એ વિસ્તારોને રેડ ઝોન તરીકે આઇડેન્ટિફાય કરી ત્યાં લોકોની ફરિયાદની રાહ જાેયા વગર સત્વરે મહાનગરપાલિકાની ટીમ પહોંચે અને વિના વિલંબે પાણી નિકાલની કામગીરી થાય તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. શહેરનાં જે રસ્તા કે વિસ્તારમાં પાણી ભરાતા હોય છે ત્યાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મનાં ઉકેલ સુનિશ્ચિત કરવાનાં આયોજન માટે જે વિસ્તારોમાં પાણી ભરાય છે તેવી શેરીઓ કેટલી? સોસાયટીઓ કેટલી? કોમર્શિયલ એરિયા કેટલા? વગેરે પ્રકારની માહિતી મેળવી તેનો અભ્યાસ કરીને જરૂરી નિષ્કર્ષ પર પહોંચવાની આવશ્યકતા પર ભાર મુકતા મ્યુનિ, કમિશનરે અધિકારીઓને એમ કહ્યું હતું કે, જ્યાં પાણી ભરાવાના પ્રશ્નો આવે છે તેવા સ્થળોએ કુદરતી રીતે પાણીનો કેટલા સમયમાં નિકાલ થઇ જાય છે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને આયોજન કરવાનું રહે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution