06, નવેમ્બર 2020
રાજકોટ-
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં બે હજારના દરની એક લાખથી વધુની ડુપ્લીકેટ નોટ ઝડપાવાની ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના જામગઢ ગામના એક શખ્સને રાજકોટની કુવાડવા પોલીસે આ ડુપ્લીકેટ નોટો સાથે ઝડપી પાડયો છે. જેની પાસેથી રૂપિયા 1 લાખથી વધુની ડુપ્લીકેટ નોટ ઝડપાઈ છે. હાલ શખ્સની રાજકોટ પોલીસ દ્વારા વધુ પુછપરછ કરવામાં આવી છે. રાજકોટની કુવાડવા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે પોલીસને ડુપ્લીકેટ નોટો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે આ શખ્સની જડતી લેતાં તેની પાસેથી ડુપ્લીકેટ નોટોનું બંડલ મળી આવ્યું હતું. આ શખ્સ પાસેથી રૂપિયા બે હજારના દરની કુલ 51 જેટલી બનાવટી ચલણી નોટો મળી આવી હતી. જેની પાસેથી પોલીસે કુલ રૂપિયા 1,07,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.ડુપ્લીકેટ ચલણી નોટો મધ્યપ્રદેશ કલેક્શન આવ્યું સામેડુપ્લીકેટ ચલણી નોટો સાથે ઝડપાયેલો જૂનાગઢ જિલ્લાના આ શખ્સનું નામ હેમંત હમીરભાઇ વાટુકીયા છે. જે ઇમિટેશનના કામ સાથે સંકળાયેલો છે. ઇસમની પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, તે દેવામાં હોવાના કારણે આ માર્ગ અપનાવ્યો હતો અને ડુપ્લીકેટ ચલણી નોટો તેને મધ્યપ્રદેશના એક જાણીતા શખ્સે રૂપિયા 20,000માં આપી હતી. જો કે, મધ્યપ્રદેશના આ શખ્સનું નામ હજુ સુધી જાણવા નથી મળ્યું રાજકોટમાં બે હજારના દરની એક લાખથી વધુની ડુપ્લીકેટ નોટો ઝડપાવાની ઘટના સામે આવી છે. આ નકલી ચલણી નોટો ક્યાં ઉપયોગમાં લેવાની હતી, તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઇ છે.