રાજકોટ: નર્સિંગના વિદ્યાર્થીઓની પોલીસે કરી અટકાયત, લેખીતમાં આદેશ છતાં પગારથી વંચિત
24, મે 2021

રાજકોટ-

રાજકોટ શહેરમાંથી નર્સિંગના વિદ્યાર્થીઓની અટકાયત થઈ છે. આ વિદ્યાર્થીઓએ તંત્ર સામે માંગ કરી હતી કે, લેખિતમાં આદેશ કે, રૂ.22000નો પગાર આપવાનો છે તેમ છતાં હજું સુધી કોઈ પગાર મળ્યો નથી. એક તરફ સરકાર કોવિડમાં કામ કરતા ફ્રન્ટલાઈનર્સને કોવિડ વોરિયર્સ ગણાવે છે બીજી તરફ સતત સેવા કરતા આ વર્ગને અન્યાય થઈ રહ્યો છે. હાલ કોવિડ સેન્ટરમાં કાર્યરત નર્સિંગના વિદ્યાર્થીઓએ ન્યાયની માંગ સાથે વિરોધ કરવાનું શરૂ કર્યું છે.

સરકારી કોવિડ કેર યુનિટમાં ડ્યૂટી કરતા Bsc. નર્સિંગ, GNM ફેકલ્ટી અને અંતિમ વર્ષના 70 થી વધારે વિદ્યાર્થીઓએ પગારને લઈને સિવિલ હોસ્પિટલમાં દેખાવ કર્યા હતા. સુપ્રિટેન્ડને રજૂઆત કરવા માટે ગયા હતા. પણ વિદ્યાર્થીઓ એમના સુધી પહોંચે એ પહેલા જ એમની અટકાયત કરી લેવામાં આવી હતી. એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે, તંત્રના આદેશથી તમામ વિદ્યાર્થીઓને ફરજિયાત ડ્યૂટી પર હાજર રહેવા માટેના આદેશ હતા. જિલ્લા ક્લેક્ટરે પણ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને રૂ.22000નો પગાર આપવા માટેનો લેખિત આદેશ કરેલો છે. આશરે 400થી વધારે વિદ્યાર્થીઓએ પરિવાર અને દિવસરાત જોયા વગર ડ્યૂટી કરી છે. બે મહિનાથી વધારે સમય વીતી ગયો હોવા છતાં પણ હજું સુધી એક પણ પૈસો ચૂકવાયો નથી. સિવિલ તંત્ર તરફથી જણાવ્યું કે, રૂ,1200 જ આપવામાં આવશે. આ તમામ વિદ્યાર્થીઓને એમના હકનો પગાર મળવો જોઈએ. ક્લેક્ટર તંત્ર અને સિવિલ હોસ્પિટલ સામસામે ખો આપી રહ્યા છે. આ કેસમાં જો ન્યાય નહીં મળે તો NSUI ઉગ્ર આંદોલન કરશે. પોલીસે 45થી વધારે વિદ્યાર્થીનીઓ અને 20થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution