રાજકોટ-

ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિ કાંડ નો મામલો, SIT અધ્યક્ષ મનોહર સિંહ જાડેજા ની પ્રેસ કોન્ફરન્સ: 5 ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ,CUમાં 3 દર્દી ભડથું થયા, બે દર્દીના જૂની ગોકુલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા, 304(અ) અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો

રાજકોટમાં 27 નવેમ્બરે આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 દર્દીના મોત થયાં હતા. ત્યારે આ મામલે SITની તપાસનીશ અધિકારી અને રાજકોટ DCP ઝોન 2 મનોહરસિંહ જાડેજા પત્રકાર પરિષદ સંબોધી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. હાલ પાંચ આરોપીની પૂછપરછ ચાલુ છે. ડો પ્રકાશ મોઢા, ડો. વિશાલ મોઢા અને ડો. તેજસ કરમટાની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત ડો. તેજસ મોતીવારસ, ડો. દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પાંચેય આરોપીઓના કોરોના ટેસ્ટ કરવામાં આ્વયા છે. ત્યારે સંભવતઃ આવતીકાલે તમામની ધરપકડ કરવામાં આવશે. 

ICU વોર્ડનું ઈમરજન્સી એક્ઝિટ બંધ હાલતમાં તેમજ તેના દરવાજા પાસે મશીનરીનો અવરોધ ઉભો કરેલો હતો. ICU વોર્ડમાં વેન્ટિલેશન ન હોવાને કારણે ધુમાડો થયો હતો. સેનેટાઈઝર જેવા જ્વલનશીલ પદાર્થ વધુ માત્રામાં હતા. ઈમરજન્સી સમયે હોસ્પિટલમાંથી બહાર જવા માટે કોઈ દરવાજો ન હતો, ફક્ત ચાર ફૂટની પહોળાઈ ધરાવતા પગથિયાની જ વ્યવસ્થા હતી કોઈપણ જાતના ફાયર સાઇનબોર્ડ કે અન્ય રીફલેક્ટર દ્વારા ઇમરજન્સી સાઈન બોર્ડ દર્શાવ્યું નહોતું. ICUના મુખ્ય દરવાજાની પહોળાઈ ત્રણ ફૂટ ચાર ઈંચ જેટલી જ હતી. ફરજ પરના મેડિકલ સ્ટાફને સહિત પેરામેડિકલ સ્ટાફને ફાયર સ્ટિકનો ઉપયોગ કરતા આવડતું નહોતું. જેથી તાલીમના અભાવે ફાયરનો ઉપયોગ કરી શકાયો નહોતો. એનબીસી અને એના ABHની ગાઈડલાઇનનું પાલન થયું ન હોવા જેવી ગંભીર બેદરકારી હતી. આ ઉપરાંત ડીસીપીએ જણાવ્યું હતું કે, આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હોસ્પિટલમાં 57 બેડ હતા. જ્યારે આવવા જવા માટે માત્ર એક નાનો દરવાજો જ હતો. હોસ્પિટલે પહેલો, બીજો અને ત્રીજો માળ ભાડેથી લીધો હતો. 

આ ઉપરાંત SITની તપાસમાં ખુલાસો થયો હતો કે, રાતે 12.22એ આગ લાગી હતી. જેની હોસ્પિટલે ફાયરબ્રિગેડને જાણ કરતા ટીમ આવી પહોંચી હતી અને 10 મિનિટમાં આગ કાબૂમાં લીધી હતી. આ મામલે હોસ્પિટલે માત્ર ફાયરબ્રિગેડને જ જાણ કરી હતી. પોલીસ વિભાગને જાણ કરી નહોતી. આ ઉપરાંત હોસ્પિટલમાં કામ કરતા સ્ટાફને રેસ્ક્યૂની કોઈ પણ પ્રકારની તાલીમ આપવામાં આવી નહોતી. હોસ્પિટલમાં ઓટોમેટિક સ્પ્રિન્કલ સિસ્ટમ પણ નહોતી. જેને કારણે 3 દર્દીઓના વોર્ડમાં જ મોત નીપજ્યા હતા.