રાજકોટ-

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી વિધિવત રીતે પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 15 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે આ પરીક્ષા યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવી છે. જેમાં 81 જેટલા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક તેમજ સેનીટાઇઝર સાથે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા યોજવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી શરૂ કરવામાં આવેલી પરીક્ષામાં 15079 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. જેમાં સવારે 10 વાગ્યાથી 12.30 સુધી તેમજ બપોરે 3 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી એમ બે તબક્કામાં પરીક્ષા યોજવામાં આવી રહી છે. સવારે 10 વાગ્યે શરૂ થનાર પેપરમાં નવ વાગ્યાથી જ વિદ્યાર્થીઓને એન્ટ્રી આપી દેવામાં આવશે, જ્યારે બપોરે ત્રણ વાગ્યે શરૂ થનાર પેપરમાં પણ વિદ્યાર્થીઓને એક કલાક પહેલાં પરીક્ષા કેન્દ્ર પર એન્ટ્રી આપવામાં આવશે. કુલ 81 કેન્દ્રો પરીક્ષા માટે ફાળવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાલ 21 જેટલા અલગ-અલગ કોર્ષની પરીક્ષા લેવાઇ રહી છે. જેમાં વિદ્યાર્થીઓનું હિત અને આરોગ્ય જળવાય તે માટે પ્રથમ વખત કોરોનાની મહામારી વચ્ચે યુનિવર્સિટી દ્વારા યોજાયેલી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓના વીમા સુરક્ષા કવચની યુનિવર્સિટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. તેમજ આ પરીક્ષા દરમિયાન પણ યુનિવર્સિટીની સુરક્ષા વીમા કવચ લાગુ પડશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી વિધિવત રીતે પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 15 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે આ પરીક્ષા યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવી છે.