રાજકોટ-

રાજકોટ એરપોર્ટના એર ફ્રિકવન્સીમાં હવે વધારો થવા લાગ્યો છે. ત્યારે રાજકોટથી વધુ એક મુંબઇની સ્પાઇસ જેટની ફલાઇટ શરુ જઇ રહી છે. આજથી બેંગલુરુની ફલાઇટ શરૂ થઇ છે, દરમિયાન સ્પાઇસ જેટે વધુ એક જાહેરાત કરીને મુંબઇ માટેની બીજી ફલાઇટ શરૂ કરવાનો ર્નિણય લીધો છે. હાલમાં એર ઇન્ડિયાની એક ફલાઇટ અને સ્પાઇસ જેટની ફલાઇટ મુંબઇ ઉડાન ભરે છે. દિવસમાં બે વખત મુંબઇ માટેની એર ફ્રિકવન્સી છે. આ દરમિયાન સ્પાઇસ જેટ દ્વારા ૭ માર્ચથી ત્રીજી ફલાઇટ મુંબઇ માટેની શ થવા જઇ રહી છે.

આ ફલાઇટનો સમય સાંજનો રાખ્યો છે. જે ટાઇમ મુજબ સાંજે ૭-૧૦ કલાકે મુંબઇથી આગમન અને ૭-૪૦ કલાકે રાજકોટથી પ્રસ્થાન થશે. આમ રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દરરોજની ૭ ફલાઇટનું સંચાલન સંભાળશે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે આગામી ૨૪ માર્ચથી રાજકોટ - બેંગ્લોર ફલાઈટ શરૂ થઈ રહી છે ત્યારે આગામી ૧લી માર્ચથી સ્પાઈસ જેટ મુંબઈ - દિલ્હી અને બેંગ્લોર બાદ વધુ એક ફલાઈટ રાજકોટ - હૈદ્રાબાદ વચ્ચે શરૂ કરવા જઈ રહી છે. આ સાથે રાજકોટને સ્પાઈસ જેટ દ્વારા મુંબઈ - દિલ્હી - બેંગ્લોર અને હૈદ્રાબાદ એમ કુલ ૪ ફલાઈટની ભેટ આપવામાં આવી છે.

જ્યારે હાલમાં એર ઈન્ડિયાની મુંબઈ અને દિલ્હીની માટે બે ફલાઇટ રોજ ઉડાન ભરી રહી છે. ૧ મેથી ઈન્ડીગો રાજકોટ બોમ્બે વચ્ચે અને દિલ્હી વચ્ચે ફલાઈટ શરૂ કરનાર હતુ તે એરલાઈન્સ કંપની હવે ૨૮ માર્ચથી રાજકોટથી દિલ્હી અને બોમ્બે સહિત ૪ ફલાઈટ શરૂ કરે તેવી શકયતા હોવાનું જાણવા મળી રહ્યું છે. જાે ઈન્ડીગો એક સાથે ૪ ફલાઈટ શરૂ કરશે તો રાજકોટને એકીસાથે ૧૦-૧૦ ફલાઈટ મળશે અને રાજકોટનું એરપોર્ટ ફલાઈટથી હાઉસફુલ બની જશે.