06, ડિસેમ્બર 2022
વડોદરા શહેરના રાજવી પરીવારના રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડે ગુજરાત વિધાનસભાની ચુટણીના બીજા તબક્કામાં મતદાન કર્યુ હતુ. વડોદરા શહેરના દાંડિયા બજાર સ્થિત સરકારી ટેકિનકલ હાઇસ્કુલ ખાતે મતદાન કર્યુ હતુ. શહેરમાં વધુને વધુ મતદાન થાય તે હેતુથી તેમણે શહેરીજનોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી.