ચોટીલા, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ આક્ષેપ-પ્રતિઆક્ષેપો તેજ થયા છે. એવામાં ચોટીલા બેઠક પર આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડી રહેલા રાજુ કરપડાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરી કહ્યું હતું કે, ભાજપના નેતાએ મને સાત કરોડ રૂપિયાની ઓફર કરી હતી. જાે હજી તે કહેતા હોય કે ઓફર નહોતી કરી તો અહીં આવો હું પુરાવાઓ આપવા તૈયાર છું. ચોટીલા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ કરપડાએ આજે મૂળી તાલુકાના દાણાવાડા ગામે પ્રચાર દરમિયાન ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, એક ભાજપના નેતાએ મને સાત કરોડ રૂપિયાની ઓફર કરી હતી. પરંતુ, કયા નેતાએ ઓફર કરી તેનું નામ નહોતું લીધું. જાેકે, સાથે કહ્યુ હતું કે, જાે તે કહેતા હોય કે ઓફર નહોતી કરી તો અહીં આવો હું પુરાવાઓ આપવા તૈયાર છું. ચોટીલા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ કરપડાએ આજે મૂળી તાલુકાના દાણાવાડા ગામે પ્રચાર દરમિયાન ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, એક ભાજપના નેતાએ મને સાત કરોડ રૂપિયાની ઓફર કરી હતી. પરંતુ, કયા નેતાએ ઓફર કરી તેનું નામ નહોતું લીધું. જાેકે, સાથે કહ્યુ હતું કે, જાે તે કહેતા હોય કે ઓફર નહોતી કરી તો અહીં આવો હું પુરાવાઓ આપવા તૈયાર છું. સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા બેઠક હાલ કાૅંગ્રેસના કબજામાં છે. અહીં કાૅંગ્રેસે સીટીંગ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને રિપિટ કર્યા છે. તો ભાજપે શામજી ચૌહાણને ટિકિટ આપી છે. જ્યારે ખેડૂત આંદોલનને લઈ ચર્ચામાં આવેલા રાજુ કરપડાને આમ આદમી પાર્ટીએ અહીંથી ટિકિટ આપી છે.