રાજ્યગુરૂ અને સાગઠિયાનું આપની ઓફિસમાં આતશબાજી સાથે સ્વાગત
16, એપ્રીલ 2022

રાજકોટ, રાજકોટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને વોર્ડ નં.૫ના કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા આમ આદમી પાર્ટીમાં સામેલ થયા બાદ આજે બંને નેતા રાજકોટ આવતા આપના કાર્યાલયે પહોંચ્યા હતા.. રાજકોટના આપના કાર્યકરોએ ઢોલ-નગારા અને ફટકડા ફોડી આતશબાજી સાથે બંનેનું સ્વાગત કર્યું હતું. રાજ્યગુરૂએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ અને નરેશ પટેલનું અમે સ્વાગત કરીએ છીએ.રાજકોટ કોર્પોરેશનમાં ૪૯ વર્ષમાં પ્રથમવાર આપના પ્રવેશથી રાજકીય ઘમાસાણ થઈ છે. મનપામાં ચૂંટણી જીત્યા વગર પક્ષ પલ્ટો કરી ૨ કોર્પોરેટો સ્થાન મેળવશે. વશરામ સાગઠિયા અને કોમલ ભારાઇ આપના કોર્પોરેટર પદે રહેશે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ત્રીજા કોર્પોરેટર પણ ટૂંક સમયમાં આપમાં જાેડાશે. કોંગ્રેસ મનપામાં વિપક્ષ પદ પણ ગુમાવશે. કોર્પોરેશનમાં બે કોર્પોરેટરોથી આપની એન્ટ્રી થઈ છે.ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનો ખેસ મેં કેજરીવાલના હાથે પહેર્યો છે. આજે હું મારા ઘર રાજકોટ આવ્યો છું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution