હાલોલ

કોરોના ની રસી નું ઓનલાઈન બુકીંગ કરવી ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર તેમજ દહેજ અને જામનગર જિલ્લાના તેમજ વડોદરા ના મળી ૪૫ વર્ષ થી નીચેના કુલ ૧૫ યુવક યુવતીઓ જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં રસી લેવા દોડી આવ્યા હતા પરંતુ જાંબુઘોડા સા. આ. કેન્દ્ર ખાતે ૪૫ વર્ષ થી નીચેના કોઈ પણ વ્યક્તિ ને રસી કરણ કરવા માં આવતું ન હોઈ ફરજ પર ના તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટે રસી મુકવાની ના પાડતા તુતુ મેમે (શાબ્દિક બોલાચાલી ) થઈ હતી સમગ્ર હકીકત ની જાણ જાંબુઘોડા પી એસ આઈ જાડેજા ને થતા તેઓ એ સા. આ. કેન્દ્ર ખાતે જઇ રસી લેવા આવેલા તમામ ને વિગત વાર સમજ પાડતા મામલો થાળે પડ્યો હતો જાણવા મળ્યા મુજબ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી મુકનાર કોરોના વાયરસ ને પગલે હાલ ઠેરઠેર ગાઈડ લાઈન ના પાલન થી માંડી માસ્ક અને તમામ પ્રકારની રોજની મગજ મારીઓ હાલ સમગ્ર ભારત દેશના ખુણે ખુણે જાેવા મળી રહી છે ત્યારે આજ રોજ સાંજ ના જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અલગ અલગ ત્રણ જિલ્લા ભરૂચ ના અંકલેશ્વર થી ૮ દહેજથી ૪ અને વડોદરા થી ૨ અને જામનગર થી એક મળી ૪૫ વર્ષ થી નીચેની કુલ ૧૫ વ્યક્તિઓ એ કોરોના વાયરસ ની રસી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ અને તેઓ ની આજે રસી મુકાવવા ની તારીખ હતી જેઓ રસી માટે ઓનલાઈન તપાસ કરતા જાંબુઘોડા સેન્ટર પર રસી માટે દોડી આવ્યા હતાજાંબુઘોડા સા. આ. કેન્દ્ર ના તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ ને તેઓ એ ઓનલાઈન રજિસ્ટ્રેશન ની સ્લીપ બતાવી હતી જાંબુઘોડા મુકેશ ભાઈ પરમારે સ્લીપ જાેતા તમામ વ્યક્તિ ૪૫ વર્ષ થી નીચે ના હોઈ તેઓ એ જણાવ્યું હતુ કે અમારે ત્યાં ૪૫ થી ઉપર ની ઉંમર વાળી કોઈ પણ વ્યક્તિ હોય તેને રસી આપવા માં આવે છે અમને ૪૫ વર્ષ થી નીચેના ને રસી આપવાની હજી જિલ્લા માંથી છુટ મળેલ નથી તેમ જણાવતા અલગ અલગ સ્થળે થી રસી લેવા દોડી આવેલા ખાનગી કમ્પનીઓ માં સર્વિસ કરતા કેટલાક કર્મી ઓ એ શાબ્દિક બોલાચાલી તુતુ મેમે થતા સ્થાનિક પી એસ આઈ જાડેજા ને બોલાવવા માં આવ્યા હતા જાંબુઘોડા પી એસ આઈ જાડેજા એ તમામ મામલે આરોગ્ય ના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી રસી લેવા આવેલા ને હકીકત જણાવતા મામલો થાળે પડ્યો હતો અને રસી લીધા વીના તમામ પરત ફર્યા હતા