અમદાવાદનાં રેન્જ આઈજી કેસરીસિંહ ભાટીનું નિધન
11, જાન્યુઆરી 2021

અમદાવાદ, અમદાવાદનાં રેન્જ આઇજી કેસરીસિંહ ભાટીનું હ્રદયરોગનો હુમલો આવવાથી અવસાન થયું છે. ગઈકાલે સાંજે તેમને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. જેને પગલે તેમને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બપોરબાદ તેમને હ્રદયરોગનો હુમલો આવતા મૃત્યું થયું છે. રેન્જ ૈંય્નાં નિધનથી પોલીસ બેડામાં શોક વ્યાપી ગયો છે. સુરત પાસે એક વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું ત્યારે એક માસુમ બાળક પિતાની લાશ પાસે રડી રહ્યું હતું. આ જાેઇને ત્યાં ઉભેલા તમામની આંખો ભરાઇ આવી હતી. બાળકને રડતું જાેઇને ત્યાં તપાસ માટે આવેલા ૈંઁજી અધિકારી કેસરીસિંહ ભાટીએ આ બાળકને ભણાવવા માટે કહ્યું હતું.  અધિકારીએ તપાસ કરી તો આ બાળકની માતા જ તેનો આશરો હતી, પરંતુ તે બોલી અને સાંભળી શકતી ન હતી. બાળકને ભણાવવા માટે અધિકારી સતત મદદ કરતા રહ્યા અને આ દરમિયાન તેમની બદલી થઇ ગઇ. થોડા દિવસ પછી તેઓ બાળકની ભાળ મેળવવા માટે તેમના ગામ ગયા તો જાણવા મળ્યું કે બાળકે ભણવાનુ છોડી દીધુ અને નાનું-મોટું કામ કરવા લાગ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution