દિલ્હી-

ઉત્તરાખંડમાં એક અમેરિકન મહિલાએ યુવક દ્વારા બળાત્કાર ગુજારવાનો કેસ દાખલ કર્યો છે. ઋષિકેશ સ્થિત મુનિની રેતી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર રામ કિશોર સકાલાનીએ જણાવ્યું છે કે-37 વર્ષીય મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તપોવન નિવાસી અભિનવ રાયએ તેની ઉપર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો અને તેને માર મારવાની ધમકી પણ આપી હતી.

હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. તેણે કહ્યું હતું કે અમેરિકન મહિલાનો આરોપ છે કે અભિનવે તેના ફ્લેટમાં બોલાવીને છેતરપિંડી કરીને ડ્રગ્સ લઈ અનેક વખત તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા યોગ શીખી રહી છે અને યોગના બહાને બંને એકબીજાની નજીક આવી ગયા હતા. પીડિતાએ પોલીસને કહ્યું કે અભિનવના પિતા તેના પર કેસ પાછો ખેંચવા માટે દબાણ લાવી રહ્યા છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.