વડોદરા, તા. ૧૨૬

નવાપુરા વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી હિન્દુ યુવતી પિન્કી (નામ બદલ્યુ છે )ને ઝાલોદમાં રહેતા સંભવિત વિધર્મી યુવકે ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ રિકવેસ્ટ મોકલ્યા બાદ તેની સાથે ચેટીંગ કરી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. થોડાક સમય અગાઉ વિધર્મી યુવક અત્રે પિન્કી જે મકાનમાં રહે છે ત્યાં આવ્યો હતો અને તેને પટાવી ફોસલાવી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ વિધર્મી યુવક સમય મળે ત્યારે પિન્કીને મળવા માટે આવતો હતો. એક અઠવાડિયા પહેલા ગત ૧૭મી તારીખે વિધર્મી યુવક અત્રે આવ્યો હતો અને તેના મિત્રના રૂમ પર રોકાયો હતો. આ દરમિયાન તે પિન્કીને મળ્યો હતો અને પિન્કીએ શરીરસંબંધ બાંધવાનો ઈન્કાર કરવા છતાં તેણે ધમકી આપી હતી કે જાે તું મારી સાથે શરીરસંબંધ નહી બાંધે તો હું અગાઉ તારી પર કરેલા બળાત્કારના ફોટા સોશ્યલ મિડિયા પર વાયરલ કરી તેને બદનામ કરી નાખીશ. આ રીતે બ્લેકમેલ કરી તેણે પિન્કી પર ફરી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જાેકે બ્લેકમેલથી ત્રાસેથી પિન્કીએ આ મુદ્દે ઉગ્ર બોલાચાલી કરતા વિધર્મી યુવકને પિન્કીને લાફો ઝીંકયો હતો. પિન્કીએ તેનાથી પીછો છોડાવવા માટે ધમકી આપી હતી કે તું હવે મારા ઘરે આવતો નહી , નહી તો મારા ઘરે બધુ કહી દઈશ. પોતાની પોલ ખુલી પડશે તેવી બીક લાગતા વિધર્મી યુવક જતો રહ્યો હતો અને ત્યારબાદ તેણે પિન્કીનો સંપર્ક પણ કર્યો નથી. જાેકે તેણે બળાત્કાર કરતી વખતે પાડેલા વાંધાજનક ફોટા વાયરલ કરવાની ધમકી આપી પિન્કીએ આ બનાવની નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે તપાસનો દોર ઝાલોદમાં લંબાવી ઉક્ત બળાત્કારી યુવકને ઝડપી પાડ્યો હતો. જાેકે પોતાના આકાઓને ખુશ કરવા માટે પોલીસ તંત્રએ બળાત્કાર જેવા ગંભીર ગુનાના આરોપીની ઓળખ છતી નહી કરતા આ કેસમાં ભીનુ સંકેલવાના પ્રયાસો થતા હોવાની પણ સંભાવના સેવાઈ રહી છે.

પોલીસે આરોપીનો ફોટો આપ્યો પણ નામ તો જાહેર ના જ કર્યું

છેડતી અને બળાત્કાર જેવા ગુનામાં પિડીતાની ઓળખ કોઈ પણ ભોગે જાહેર ના થાય તેવો સર્વોચ્ચ અદાલતનો આદેશ છે અને તેનું માધ્યમો દ્વારા પણ કડકાઈથી પાલન કરવામાં આવે છે. જાેકે આવા ગંભીર ગુનામાં સગીર વય સિવાયના આરોપીની ઓળખ છુપાવવા માટે કોઈ આદેશ નથી પરંતું તેમ છતાં શહેર પોલીસ તંત્ર મનફાવે તે રીતે સુપ્રિમ કોર્ટના આદેશનું અર્થઘટન કરી રહી હોવાનું આજે સપાટી પર આવ્યું હતું. આ બનાવમાં નવાપુરા પોલીસથી માંડી ઉચ્ચાધિકારીઓએ અગમ્ય કારણોસર આરોપીની ઓળખ છુપી રાખી હતી. જાેકે માધ્યમો દ્વારા આરોપીની પુછપરછ કરતા પોલીસે ધરપકડ કરાયેલા આરોપીનો ફોટો આપ્યો હતો પરંતું તેની ઓળખ છતી નહી કરવાની હાસ્યાસ્પદ કામગીરી કરતા પોલીસની કામગીરીએ અનેક વિવાદો ઉભા કર્યા છે.

ચૂંટણીના માહોલનું બહાનું કરી આરોપીને બચાવવાનો પ્રયાસ ?

તપાસ અધિકારી પીએસઆઈ એલ.એ.ભરગા તેમજ સી ડિવિઝનના એસીપી રાજપાલસિંહ રાણા અને ઝોન-૪ના ડીસીપી અભય સોનીએ વિગતો આપવા માટે એકબીજાને ખો આપ્યા હતા. એટલું જ નહી એસીપી રાણાએ તો કન્ટ્રોલ રૂમના એસીપી સૈયદ વિગતો આપશે તેમ જણાવતા એસીપી સૈયદ પણ ચોંકી ઉઠ્યા હતા. જયારે નવાપુરા પોલીસ મથકના પીઆઈ આહીરે વિવાદથી બચવા માટે માધ્યમોનો ફોન જ રિસિવ કરવાનું ટાળ્યું હતું. આ બનાવ લવજેહાદનો છે ? તેવું પુછતા ઉચ્ચાધિકારીઓએ ચુંટણીનો માહોલ છે માટે વધુ કોઈ વિગતો આપી નહી શકાય તેમ તેમ જણાવ્યું હતું. ે શહેરમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની જાહેરસભા હોઈ તેને લઈને પોલીસ તંત્રએ આકાઓને ખુશ કરવા માટે પણ કદાચ આવું પગલું લીધું હોવાની જાણકારોમાં ચર્ચા છે.