01, ફેબ્રુઆરી 2021
અમદાવાદ-
નિર્મલા સીતારમણે આજે બજેટમાં રેલવેને 1,10,055 કરોડ રૂપિયાની રાશી ફાળવી છે. જેમાંથી એક 1,07,100 કરોડ રૂપિયાની રકમ કેપિટલ એકસપેન્ડીચર માટે છે. નાણામંત્રીએ બજેટમાં જણાવ્યું હતું કે 46 હજાર કિલોમીટર રેલવે લાઇન પર ટ્રેનનું વીજળીકરણ કરાશે. આ ઉપરાંત નેશનલ રેલ પ્લાન 2023ના ડ્રાફ્ટ પર ઝડપથી કામ કરવામાં આવશે. દેશમાં એક માત્ર નિર્માણાધીન બુલેટ ટ્રેન યોજનાનો સમાવેશ કરાયો છે. જે મુંબઈ અને અમદાવાદને જોડશે. 46 હજાર કિલોમીટર રેલવે ટ્રેક પર વીજળી સંચાલિત રેલ દોડશે. જેમાં પર્યટન વાળા સ્થળો પર આધુનિક કોચ દોડશે. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા આધુનિક કોચીસ દોડશે.