દિલ્હી-

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મોટું પગલું ભર્યું છે. મંગળવારે એનસીપી નેતા દિલ્હીમાં કોંગ્રેસ સિવાયના વિપક્ષી નેતાઓ સાથે બેઠક કરશે હકીકતમાં યશવંત સિંહાએ મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ ૨૦૧૮માં રાષ્ટ્રમંચની રચના કરી હતી. સિંહા હવે ટીએમસીના ઉપાધ્યક્ષ છે. શરદ પવાર અને યશવંત સિંહા સિવાય કેટલાક અન્ય નેતાઓ પણ દિલ્હીમાં સાંજે ૪ કલાકે એનસીપી નેતાના નિવાસસ્થાને યોજાનારી બેઠકમાં ભાગ લેશે. બેઠક સાથે સંકળાયેલા નેતાએ કહ્યું કે શરદ પવાર રાષ્ટ્ર મંચને સૂચનો આપશે.

જાે કે, રાષ્ટ્રમંચ રાજકીય મંચ નથી, પરંતુ ભવિષ્યમાં તેના દ્વારા ત્રીજા વિકલ્પની સંભાવના નકારી શકાય નહીં, કારણ કે રાષ્ટ્રમંચમાં સરકાર વિરુદ્ધ રાજકીય સહિતના અન્ય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે. શરદ પવાર પહેલીવાર રાષ્ટ્રમંચની બેઠકમાં ભાગ લેશે, આવી સ્થિતિમાં રાષ્ટ્રમંચના ર્નિણયો અને પ્રવૃત્તિઓ મહત્વપૂર્ણ બની જાય છે. રાજકીય રીતે અન્ય કેટલાક પાસાઓને અવગણવા જાેઈએ નહીં. ઉદાહરણ તરીકે તાજેતરમાં જ એનસીપીના પ્રમુખ શરદ પવારની ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર સાથેની બેઠક લાંબા સમય સુધી ચાલી હતી અને તે પછી રાષ્ટ્રમંચની બેઠક યોજાઈ રહી છે.

જાેકે, આ બેઠકમાં રાષ્ટ્રિય મંચ પર પવાર-પ્રશાંત વચ્ચેની વાતચીતની પુષ્ટિ થઈ નથી. બીજું, રાષ્ટ્રમંચની સ્થાપના કરનાર યશવંત સિંહા હવે ટીએમસીના ઉપાધ્યક્ષ છે અને બંગાળમાં ટીએમસીની જીતમાં પ્રશાંત કિશોરની ભૂમિકા પણ મહત્વની રહી છે. જાે આપણે પ્રથમ અને બીજા પાસાં એક સાથે જાેઈએ તો પડદા પાછળની કોઈ વાતને નકારી શકાય નહીં.

મમતા બેનર્જીની મહોર પહેલાથી જ રાષ્ટ્રમંચ પર છે. ટીએમસીના દિનેશ ત્રિવેદી અગાઉની બેઠકોમાં ભાગ લેતા હતા, પરંતુ હવે તેમણે ટીએમસી છોડી દીધી છે અને યશવંત સિંહા હવે ટીએમસીમાં છે. આવી સ્થિતિમાં તે ટીએમસીના પ્રતિનિધિ તરીકે અને રાષ્ટ્રમંચના સ્થાપક તરીકે બેઠકમાં હાજર રહેશે. રાષ્ટ્ર મંચ કોઈ રાજકીય મંચ નથી, પરંતુ ભવિષ્યમાં તેના માધ્યમથી કોઈ ત્રીજાે વિકલ્પ એટલે કે ત્રીજાે મોર્ચો બનાવવાની સંભાવનાનો ઇનકાર કરી શકાય નહીં. કારણ કે રાષ્ટ્ર મંચમાં સરકાર વિરુદ્ધ રાજકીય સહિત અન્ય મુદ્દા પર ચર્ચા થાય છે.

શરદ પવારના ઘર પર મંગળવારે યોજાનારી બેઠકમાં કોંગ્રેસ નેતા સામેલ થશે નહીં. જ્યારે કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હા અને મનીષ તિવારી રાષ્ટ્ર મંચ સાથે જાેડાયેલા રહ્યાં છે. સૂત્રો પ્રમાણે રાષ્ટ્ર મંચની બેઠક આ વખતે શરદ પવારના ઘર પર યોજાવાને કારણે કોંગ્રેસ નેતા સામેલ થશે નહીં.ત્રીજાે મોર્ચાની અટકળો વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવાર અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે છેલ્લા ૧૦ દિવસમાં બીજીવાર મુલાકાત કરી છે. બન્નેની મુલાકાત ૧૧ જૂને મુંબઈમાં લંચ દરમિયાન થઈ હતી. જ્યારે સોમવારે પ્રશાંત કિશોર શરદ પવારને મળવા તેમના દિલ્હી સ્થિત નિવાસ્થાને પહોંચ્યા હતા. સવાલ તે છે કે શું ૨૦૨૪ લોકસભા ચૂંટણી માટે ત્રીજાે મોર્ચો બનાવવાની કવાયત છે. શું તે પણ કહેવામાં આવી રહ્યું છે કે આ મંચ અને પ્રશાંત કિશોર મમતા બેનર્જીને ત્રીજા મોર્ચાનો ચહેરો બનાવવાનો પ્રયાસ પણ કરી રહ્યાં છે. તો શું શરદ પવાર આ મોર્ચામાં સંયોજકની ભૂમિકામાં હશે.