વધુ એક સિરીઝમાં રસિકાનો મુખ્ય રોલ હશે
02, ડિસેમ્બર 2020

મુંબઇ 

વેબ સિરીઝની દુનિયામાં છેલ્લા કેટલાક ટૂંકા સમયમાં જ અનેક એવા કલાકારો સામે આવ્યા છે જેને ઘર ઘરમાં દર્શકો ઓળખતા થઇ ગયા છે. આવી જ એક અભિનેત્રી રસિકા દુગ્ગલ પણ છે. તે એક પછી એક સિરીઝ, ફિલ્મોમાં જમાવટ કરી રહી છે. મિરઝાપુરની બંને સિઝન, એ સ્યુટેબલ બોય, દિલ્હી ક્રાઇમ સહિતમાં નોંધપાત્ર કામ કરી ચુકેલી રસિકા હવે બીબીસી સ્ટુડિયોએ બનાવેલી સિરીઝ 'આઉટ ઓફ લવ'ની બીજી સિઝનમાં પણ મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. લગ્નેતર સંબંધો પર આધારીત આ સિરીઝની પહેલી સિઝનમાં રસિકા હસબન્ડથી છુટી પડી જાય છે અને જેની સાથે અફેર હતો એ આકાશ કપૂરને પણ છોડી દે છે. આકાશ પોતાની પત્નિથી દૂર છે. તેને ગર્લફ્રેન્ડ આલિયાએ પણ છોડી દીધો છે. હવે બીજી સિઝન અહિથી આગળ વધશે.

મીરા હવે અન્ય શહેરમાં રહે છે અને ફરીથી તે આકાશને મળે છે. આકાશ બરબાદ થઇ ગયેલો હોય છે. રસ્કિા અને પુરબ કોહલી અભિનિત આ સિરીઝને ખુબ આવકાર મળ્યો હતો. બીજી સિઝનનું કામ શરૂ થયું છે. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution