ભરૂચ-

ભરૂચ જિલ્લામાં નીકળનાર રથયાત્રાને કોરોનાનું ગ્રહણ નડ્યું છે. ભરૂચ જિલ્લો કોરોના મુક્ત રહે તે માટે મીડીયાના માધ્યમથી ઓનલાઈન જ દર્શન કરે તે અંગે રથયાત્રાના આયોજકો સાથે વિચાર વિમક્ષ કરીને રથયાત્રા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે આ મંદિરોએથી રથયાત્રા નીકળશે નહીં. ભગવાનના રથ માત્ર મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવશે અને પૂજન અર્ચન કરવામાં આવશે. ભક્તો માસ્ક અને શોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે ભગવાનના દર્શન કરી શકશે.

ભરૂચ જીલ્લામાં દર વર્ષે ચાર અલગ અલગ જ્ગ્યાઓ પરથી ભગવાન જગન્નાથની યાત્રા યોજાતી હોય છે. અને આ વર્ષે વધુ એક જગ્યા પરથી રથયાત્રા નીકળવાની હતી. પરંતુ ભરૂચ જિલ્લાના પાંચેય આયોજકો જેમ કે ફુરજા વિસ્તાર, ઉકલીયા એસોશિએશન દ્વારા, અંકલેશ્વર ભરૂચીનાકા ખાતેથી, આમોદ ખાતેથી અને કસક ખાતેના આયોજકોએ યાત્રા સંદર્ભે એસ.પી. સાથે મીટિંગ કરીને કોરોના મહામારી અંતર્ગત વિચાર વિમર્શ કર્યો હતો. જેમાં વિસ્તૃત વાતચીતના અંતે તમામ આયોજકોએ યાત્રા નહીં કાઢી મંદિરના પરિસરમાં જ યાત્રા ફેરવીને રથયાત્રા સંપન્ન કરવાણી બાંહેધરી આપી હતી. ભરૂચ જિલ્લો કોરોના મુક્ત રહે તે માટે મીડીયાના માધ્યમથી ઓનલાઈન જ દર્શન કરે તે અંગે વિચાર વિમક્ષ કરીને રથયાત્રા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.