અરવલ્લીમાં વાદી-મદારી સહિત ગરીબોના ઘરસુધી રાશન પહોંચ્યું
03, જુલાઈ 2020

અરવલ્લી/બાયડ,તા.૨ 

 પ્રધાનમંત્રી મોદી દ્વારા નવેમ્બર માસ સુધી રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે રાશન આપવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં અરવલ્લીના ૫૦થી વધુ ગામના લોકોને ઘર આંગણે રાશન પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાનો આંક ૨૦૦ ને પાર પંહોચતા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય મળી અત્યાર સુધી ૧૬૦થી વધુ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. હાલ ૫૦થી વધુ ગામોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, આ નિયત્રિંત વિસ્તારમાં સંક્રમણના વધે તેના ચુસ્ત અમલ માટે ગામલોકોના અવર-જવર પર પ્રતિબંધ સહિત હોમ ડિલીવરી સર્વિસ સુનિશ્ચિત કરાઇ છે. જેમાં જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરની માર્ગદર્શનથી નિયત્રિંત વિસ્તારમાં માત્ર ખાનગી દુકાનધારકો જ નહિ ખુદ તંત્ર પણ હોમ ડિલીવરી સર્વિસ શરૂ કરી લોકોની મુશ્કેલીમાં ઘટાડો કર્યો છે. જેમાં મેઘરજના અતિપછાત વાદી-મદારી કે ગરીબ લાભાર્થીઓને અનાજ વિતરણનો લાભ મળી રહ્યો છે. જેમાં બાયડ ના ૭ ગામો, ભિલોડાના ૧૧, ધનસુરાના ૧૨, મેઘરજના ૮ ૮ મોડાસાના ૧૪ અને માલપુરના એક ગામમાં સસ્તા અનાજની દુકાન દ્વારા લોકોના ઘરે જઈને પુરવઠા વિભાગ દ્વારા કાર્ડધારકોને અનાજ પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરાઇ છે.    

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution