એક્ટર કપિલ ઝવેરીનાં વિલામાં રેવ પાર્ટી, પોલીસે કરી 23 લોકોની ધરપકડ
17, ઓગ્સ્ટ 2020

પણજી-

પોલીસે ઉત્તર ગોવાનાં વાગાટોર ગોવામાં બોલિવૂડ એક્ટર કપિલ ઝવેરીનાં વિલામાં ચલી રહેલી રેવ પાર્ટી પર દરોડા માર્યા હકતાં. અને એક્ટર તથા ત્રણ વિદેશી મહિલાઓ સહિત ૨૩ લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓને રવિવારે આ પાર્ટી અંગે માહિતી મળી હતી. તેમણે જણાવ્યું કે, શનિવારે રાત્રે અંજુના પોલીસ સ્ટેશન ક્ષેત્રનાં વાગાટોર ગોવાનાં એક વિલામાં પાર્ટી ચાલતી હતી. જ્યાંથી ૯ લાખ રૂપીયાથી વધુનું ડ્રગ્સ જપ્તે થયુ છે. પોલીસ અધિકારી (ક્રાઇમ બ્રાન્ચ) શોભિત સક્સેનાએ કહ્ય્šં કે, 'ઝવેરી અને ત્રણ વિદેશી મહિલાઓની ધરપકડ થઇ ગઇ છે. જેમાંથી બે મહિલાઓ રશીયન છે. અને એક મહિલા ચેક રિપબ્લિકની છે. તેમણે જણાવ્યું કે, આ લોકોને ગેરકાયેદસર દવાઓ અને માદક પદાર્થ અધિનિયમ હેઠળ પ્રતિબંધિત પદાર્થ રાખવાનાં આરોપમાં અરેસ્ટ કરવામાં આવ્યાં છે.

સક્સેનાએ કહ્યું કે, ઝવેરીએ કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યુ છે અને હાલમાં તે ગોવામાં રહે છે. તેણે ફિલ્મ 'દિલ પરદેસી હો ગયા' અને 'ઇશ્ક વિશ્ક' શામેલ છે. તેમણે જણાવ્યું કે, પાર્ટીમાં હાજર અન્ય ૧૯ લોકોની સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમનું પાલન ન કરવાનાં આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી મોટાભાગનાં દેશનાં જ પર્યટકો હતા જે રજાઓ ગાળવા ગોવા આવ્યાં હતાં. ગોવામનાં પોલીસ મહાનિર્દેશક મુકેશ કુમાર મીણાએ એક ટિ્‌વટમાં કહ્યું કે, 'જનસુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે માદક પદાર્થનાં સેવન અને તેનાં વેચાણની પ્રક્રિયા જરાં પણ ચલાવી નહીં લઇએ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution