ભુજ, પાકિસ્તાનની નાપાક હરકતનો પર્દાફાશ થયો છે. ચોરીછૂપીથી ચીન મોકલવામાં આવતો પરમાણુ હથિયાર બનાવવા માટે વપરાતો કાચો માલ ચીન મોકલવાનું મુતું ષડયંત્ર હાથ લાગ્યું છે. એક બે નહીં પરંતુ પૂરા સાત કન્ટેનરની તપસ કરવામાં આવી હતી.તેમાથી જથ્થા બંધ કાચો માલ હાથ લાગ્યો છે.ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા કસ્ટમ તેમજ ડીઆરઆઇને બાતમી મળી હતી કે પાકિસ્તાનથી શંકાસ્પદ કન્ટેનર ૧૪ નવેમ્બરે નીકળ્યા છે. બાતમીના આધારે તા.૧૮મીએ વહેલી સવારે સિલીંગ સમાઈલિંગ નામના જહાજ પર કસ્ટમ તેમજ ડીઆરઆઇ વિભાગે દરોડો પાડતા સાત ફયુઅલ કન્ટેનરની તપાસ કરતા તેમાં રેડિયો એક્ટિવ પદાર્થ મળી આવ્યું હતું. કન્ટેનર પર વેપન ફોર માસ ડીસ્ટ્રક્સન લખેલું જાેવા મળતા ખળભડાટ મચી ગ્યો હતો. વધુ તપાસ કરતા તેમાં આર્મ્સ એન્ડ એક્સપલોસિવ તેમજ હઝાર્ડસ કેમિકલ મળી આવ્યું હતું. એક કન્ટેનર માં ચાર ટેન્ક મળી આવ્યા હતા. કુલ સાત કન્ટેનરમાં કુલ ૨૮ ટેન્ક મળી આવ્યા હતા. જ્યારે જહાજના કેપ્ટન પાસેથી દસ્તાવેજાે તપાસવામાં આવ્યા આ દસ્તાવેજમાં આ કન્ટેનરનો કોઈ ઉલ્લેખ જાેવા મળ્યો ના હતો. એના પર થી સ્પષ્ટ થાય છે કે પરમાણુ હથિયાર માટેનો કાચો જથ્થો ચોરી છુપી પાકિસ્તાન દ્વારા ચાઇના મોકલવામાં આવી રહ્યો હતો. આ જથ્થો પાકિસ્તાન એટોમિક એનર્જી કમિશન દ્વારા ચાઇના નુક્લિયર એનર્જી ઇન્ડસ્ટ્રી કોર્પોરેશનને મોકલવાનો હતો. ફરી એકવાર પાકિસ્તાન અને ચીનની મીલીભગત સામે આવી છે. સાતે કન્ટેનર ચીનના સાંઘાઈ પોર્ટ પર ઉતારવાની નાપાક સાજિશનો પર્દાફાશ થયો છે. હજુ બીજી એજન્સીઓ પણ તપાસમાં જાેડાય તેવી શક્યતા છે. ભૂતકાળમાં પણ વિસ્ફોટકો મળી આવ્યા છે. “અમે તેમના સતર્ક ખંતને સલામ કરીએ છીએ અને ભારતને સુરક્ષિત રાખે તેવી કોઈપણ કાર્યવાહીમાં સંપૂર્ણ મદદ કરવાનું ચાલુ રાખીશું. અદાણી જૂથ રાષ્ટ્રીય સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લે છે અને તેની સાથે કોઈપણ રીતે બાંધછોડ કરવા દેશે નહીં,” તેણે જણાવ્યું હતું.હાલમાં સપ્ટેમ્બર મહિનામાં મુન્દ્રા અદાણી બંદરેથી ડીઆરઆઇની ટીમે કરોડોનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું, ચેન્નઈની પેઢી દ્વારા અફઘાનિસ્તાનથી ટેલકમ પાવડરની આડમાં આ ડ્રગ્સ મંગાવાયું હતું. જે મુન્દ્રાથી દિલ્લી જવાનું હતું. જ્યા ડીઆરઆઇની ટીમે આ હેરોઇન ડ્રગ્સનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો.