અમદાવાદ, મુંબઈના એન્ટીલિયા કેસમા રોજ નવા ઘટસ્ફોટ થઈ રહયા છે ત્યારે આજે એન આઈ એને મહત્વના પુરાવા હાથ લાગ્યા છે. સમગ્ર કેસની તપાસ બાદ મહારાષ્ટ્ર એટીએસ એ સચિન વાઝેને એન આઈ ને સોંપવામા વાયો છે ત્યારે આજે એ. આઈ એ સચિન વાઝેને સાથે રાખીને મીઠી નદીપર રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં એ. આઈ એ ને મહત્વના પુરવા હાથ લાગ્યા છે. જેમાં ૨ નમ્બર પ્લેટ સી.પી યુ જેવા અનેક પુરવા આજે મીઠી નદીમાંથી મળી આવ્યા છે. એન આઈ એ ઘ્વારા એન્ટીલિયા કેસમાં અલગ અલગ તપાસ એન આઈ એ કરી રહી છે ત્યારે આજે એન આઈ એ ઘ્વારા સચિન વાઝે ને સાથે રાખીને રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં એન આઈ એ ને ડીવીઆર સી.પી યુ અને એક હાર્ડ ડિસ્ક અને લેપટોપ , પ્રિન્ટર અને નમ્બર પ્લેટ માલી આવ્યા હતા જાેકે આ ૨એ નમ્બર પ્લેટ એક જ સરખી છે માનવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર વસ્તુઓનો નાશ કરવા માટે નદીમાં નખાયું હોય એન આઈ એ ઘ્વારા નદીમાં તરવૈયા ઉતારી અને આ સમગ્ર વસ્તુઓ બહાર કાઢવામાં આવી હતી. અને આ વસ્તુઓનો ઉપયોગ એન્ટીલિયા કેસ અને મનસુખ હિરેન ના કેસ સાથે જાેડાયેલી છે. સચિન વાઝે ઘ્વારા એન્ટીલિયા બહાર ગાડી મુકવાની કબૂલાત કરતા સમગ્ર મામલે હોવી એન આઈ એ અને મહારાષ્ટ્ર એટીએસ એક્ટિવ થઈ છે સચિન વાઝે જે ફાઈવ સ્ટાર હોટેલ ભાડે રાખી હતી એના સીસીટીવી ફૂટેજ પણ એન આઈએ મેળવ્યા છે અને આ સીસીટીવી મા એક મિસ્ટ્રી મહિલા જે દેખાય છે તેની તાપસ ચાલુ છે. મહિલાના હાથમા નોટો ગણવાનું મશીન પણ સીસીટીવીમા દેખાયું છે. સચિન આ મહિલા સાથે ફરતો હતો અને આ મહિલાનું કનેકશન ગુજરાત સાથે છે.

સચિન વાઝેનું ગુજરાત કનેક્શન

સચિન વાઝેએ એન્ટીલિયા કેસમાં જે સીમકાર્ડ નો ઉપયોગ કર્યો હતો એ સીમકાર્ડ ગુજરાતમાં થી મેળવ્યા હતા અને એ સીમકાર્ડ કિશોર ઠક્કર નામ ના ફેકટરી માલિકની ધરપકડ કરી છે અને સચિન વાઝે સાથે દેખયેલી મિસ્ટ્રી મહિલા પણ ગુજરાતી હોવાનું માનવામાં આવે છે એટલે કે આ સમગ્ર કેસ મા ગુજરાતમા થી સચિનને ઘણી મદદ મળી હોય તો નવાઈની વાત નહિ. હવે એન આઈ એ પણ એક વખત ગુજરાત મા તાપસ અર્થે આવી શકે છે.