આ દેશમાં આવ્યુ વિક્રમી પૂર, અડધી રાત્રે લોકોને કરવું પડ્યું સ્થળાંતર

ઓસ્ટ્રેલિયા

આ સમયે ઓસ્ટ્રેલિયામાં પૂરને કારણે ખૂબ જ ખરાબ પરિસ્થિતિઓ સર્જાઈ છે. અહીંનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં કેટલાક દાયકાઓ પછી આટલું તીવ્ર પૂર આવ્યું છે, જેના કારણે રવિવારે લોકોને સ્થળાંતર કરવાના આદેશો આપવામાં આવ્યા છે. ન્યુ સાઉથ વેલ્સ સ્ટેટ ડિઝાસ્ટર સર્વિસે શનિવારે સહાય માટે 640 કોલનો જવાબ આપ્યો હતો, તેમાંથી 66 કોલ્સ પૂરમાંથી બચાવવા માટે કરવામાં આવ્યા હતા. રાજ્યના વડા પ્રધાન ગ્લેડીસ બેરેજિક્લિયને કહ્યું કે સેંકડો લોકોને બચાવવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે લગભગ 100 વર્ષમાં પહેલીવાર આવી દુર્ઘટના આવી છે અને રાજ્યના મધ્ય ઉત્તર કોસ્ટ (ઓસ્ટ્રેલિયા પૂરના ક્ષેત્ર) માં ઘણા સ્થળોએ લોકોને સ્થળાંતર કરવાના આદેશો આપવામાં આવ્યા છે. સ્થાનિક અધિકારીઓ લોકોને પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં ન જવા વિનંતી કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કાંઠાના કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. અધિકારીઓ કહે છે કે અહીં મોટી સંખ્યામાં મકાનોને નુકસાન પહોંચ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ઘરો અને રસ્તાઓને નુકસાન

ગ્લેડીસ બેરેજિક્લિયને અહીં કહ્યું છે અગાઉ અમને લાગ્યું કે 20 વર્ષમાં પહેલી વાર આવું થઈ રહ્યું છે, પરંતુ હવે એવું લાગે છે કે 50 વર્ષમાં આ પહેલી વાર બન્યું છે. સિડનીની ઇશાન દિશામાં રહેતા લોકોને મધ્યરાત્રિએ પોતાનું ઘર છોડીને અન્ય સ્થળોએ જવાની ફરજ પડી છે. પાણી ભરવાના કારણે અહીં ઘણું નુકસાન થયું છે. હવે અન્ય ચાર હજાર લોકોને પણ ઘર છોડી દેવાનું કહેવામાં આવ્યું છે. ટીવી અને સોશિયલ મીડિયા પર પૂરના ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં ઘરો અને રસ્તાને નુકસાન થયેલું તેમાં તૂટેલા વૃક્ષો જોઇ શકાય છે.

પહેલા જંગલોમાં લાગી હતી આગ

અધિકારીઓનું કહેવું છે કે સેંકડો ઘરોને નુકસાન થયું છે. ઘણા મોટા રસ્તાઓ બંધ થઈ ગયા છે અને વિદ્યાર્થીઓને શાળાએ આવવાની મનાઈ કરવામાં આવી છે. પૂરની આ ઘટના વર્ષ 2019 ના અંતમાં અને 2020 ની શરૂઆતમાં જંગલોની આગ બાદ મોટી ઘટના તરીકે કહેવામાં આવી રહી છે. જેમાં ન્યૂ સાઉથ વેલ્સની ઓછામાં ઓછી 7 ટકા જમીનને નુકસાન થયું છે. ન્યુ સાઉથ વેલ્સના ઓછામાં ઓછા 13 વિસ્તારોમાં લોકોને પૂરના વધતા જતા જોખમો વિશે ચેતવણી આપવામાં આવી છે અને તેમને ઘર છોડી દેવાનું કહેવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution