મુંબઈમાં રિકવરી રેટ વધ્યો: રોજના 1200 કોરોના-દર્દીઓ ઠીક થઈ રહ્યા છે
04, ઓગ્સ્ટ 2020

મુંબઈ-

મુંબઈમાં કોવિડ-19નો રિકવરી રેટ નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. રિકવર થનાર દર્દીઓની સંખ્યા હવે રોજની ૧૩૦૦થી ૧૫૦૦ની વચ્ચે આવી રહી છે. એક સમયે કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા મહારાષ્ટ્રમાં હવે રોજના રિકવર દર્દીઓની સંખ્યા ૨૦૦૦૦ને આસપાસ આવી ગઈ છે.

મુંબઈ મહાનગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવતા આંકડા અનુસાર છેલ્લા દસ દિવસથી મુંબઈમાં કોરોનામાં રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મુંબઈ હવે ધીમે-ધીમે કોરોનાને માત આપી રહ્યું છે. રવિવારે મુંબઈમાં રિકવર થનાર દર્દીઓની સંખ્યા ૧૫૦૯ રહી હતી. 

ઉપરાંત, દરરોજ નવા ઉમેરાતા દર્દીઓની સરેરાશ સંખ્યા પણ ૧૦૦૦ની અસપાસ જ છે અને શહેરનો રિકવરી રેટ ૬૩ ટકા છે, જ્યારે દર્દીઓ બમણા થવાના દિવસો ૭૩ થયા છે. 

પાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટનાં સિનિયર અધિકારી દક્ષાબહેને જણાવ્યું હતું કે 'ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હોવાથી સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યાં છે. આગામી સમયમાં રિકવરી રેટ ઝડપથી વધવાની અમને ખાતરી છે. સોમવાર - ૧૨૨૧, મંગળવાર - ૮૦૦, બુધવાર - ૧૧૧૯, ગુરુવાર - ૧૨૦૮, શુક્રવાર - ૧૦૯૫, શનિવાર - ૧૧૪૭, રવિવાર - ૧૫૦૯. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution