દિલ્હી-

મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની વિનંતી પર ઇન્ટરપોલ દ્વારા નીરવ મોદીની પત્ની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરી છે. ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી સામે રેડ કોર્નર નોટિસ પહેલેથી જ જારી કરવામાં આવી છે.

ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીની અટકાયત તાજેતરમાં 27 ઓગસ્ટ સુધી લંબાઈ હતી. બે અબજ ડોલરના પંજાબ નેશનલ બેંક કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં આરોપી નીરવને યુકેની કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે માર્ચ મહિનામાં ધરપકડ થયા બાદ 49 વર્ષિય હીરા ઉદ્યોગપતિ દક્ષિણ પશ્ચિમ લંડનની વાંડ્સવર્થ જેલમાં બંધ છે. 

નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે લગભગ બે અબજ ડોલરની છેતરપિંડી કરી હતી. ભારતની વિવિધ તપાસ એજન્સીઓએ તેની સામે કેસ નોંધ્યા છે. આ મામલામાં મોદીના સહાયક મેહુલ ચોક્સી પણ ભારતમાં વોન્ટેડ છે. 

ઇડી નીરવ મોદીની કંપની પર ED નો સકંજો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ નીરવ મોદી સામે મોટી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીના ભાગ રૂપે, ઇડીએ તાજેતરમાં નીરવ મોદીની 329.66 કરોડ રૂપિયાની સંપત્તિ અટેચ કરી હતી. જોડાયેલ સંપત્તિમાં ઇડીએ નીરવ મોદીની જેસલમેરમાં પણ 48 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. 

જપ્ત કરાયેલ સંપત્તિમાં મુંબઈના આઇકોનિક વિસ્તાર વરલીમાં સમુદ્રમહલના ચાર ફ્લેટ્સ, દરિયા કિનારે આવેલા ફોર્મ હાઉસ, અલીબાગમાં જમીન, યુએઇમાં રહેણાંકના ફ્લેટ્સ અને જેસલમેરમાં પવનચક્કી ઉપરાંત બેંક થાપણોનો સમાવેશ થાય છે. ઇડીએ જેસલમેર જિલ્લાના જોધા સ્થાને વિન્ડ મિલ કંપનીની 12 પવનચક્કીઓને ખૂબ જ ગુપ્ત રીતે જોડી હતી, જે નીરવ મોદીની સંપત્તિ હોવાનું કહેવાય છે.