ખનીજચોરો સામે લાલ આંખ ઃ૧૨ વાહનો સાથે બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
27, માર્ચ 2022

સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં ખનીજનું ખનન અને વહનને લઇને ખનીજ સાથે હવે પોલીસ તંત્રે પણ કાર્યવાહી શરૂ કરી છે. તંત્રે લાલઆઁખ કરતાં ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. જિલ્લાના વઢવાણના વાઘેલા, નાના કેરાળા તેમજ થાન, મૂળી અને લીંબડીમાંથી ૧૨ વાહનો સાથે રૂ. ૨. કરોડ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જિલ્લામાં બેફામ ખોદકામ કરીને બેફામ રીતે ખનીજની ચોરી કરી તેનુ વહન દિવસ-રાત થતુ હોવાની બૂમરાણો ઉઠી છે. ત્યારે આ પ્રવૃત્તિને અટકાવવા માટે ખનિજ સાથે પોલીસતંત્ર પણ નજર રાખતા ખનીજચોરી કરતા તત્વોમાં દોડધામ મચી છે.જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડિયાએ ખનીજ ચોરી નાબૂદ કરવા સૂચના આપી છે. પરિણામે એ.એસ.પી. શિવમ વર્મા, વઢવાણ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા, કાળુભાઈ, સગરામભાઈ, નીતીભાઇ, અજયસિંહ, રણજીતસિંહ સહિતના માણસો રાત્રિ પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. જેમાં વઢવાણથી વાઘેલા રોડ તેમજ નાના કેરાળામાંથી ૩ ડમ્પરો કપચી ભરેલા અને ૧ ટ્રક તેમજ વાહનોની આગળ-પાછળ દોડતી ૩ કાર સહિત અંદાજે રૂ. ૧,૨૫,૦૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સુરેન્દ્રનગર ખાણ ખનીજના અધિકારીની સૂચનાથી રાત્રિ ચેકીંગ હાથ ધરાયુ હતુ. આ દરમિયાન થાન, મૂળી તેમજ લીંબડી વિસ્તારોમાંથી કુલ ૫ ડમ્પરોને કાર્બોસેલ, સાદી રેતી અને બ્લેકટ્રેપ સાથે ઝડપી પાડી અંદાજે રૂ. ૯૦,૦૦,૦૦૦નો મુદ્દામાલ સીઝ કરાયો હતો. તમામ ઝડપાયેલા વાહનો સહિતનો મુદ્દામાલ લાગતા વળગતા પોલીસ સ્ટેશનોને કબ્જાે સોંપાયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution