લાલબત્તી સમાન ઘટના: વીડિયો કોલમાં અર્ધનગ્ન તસ્વીરો ખેંચી બ્લેકમેઇલ કરતો અને..
05, એપ્રીલ 2021

અમદાવાદ-

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એક લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. જેમાં ૨૧ વર્ષની યુવતીએ આરોપી યુવક અને તેની માતા સામે ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, આરોપી યુવકે કોલ્ડડ્રિન્કમાં કાંઇ ભેળવીને તેની પર દુષ્કર્મ ગુજાર્યું છે. તે દરમિયાન તેના અંગત ફોટા પણ પાડી લીધા હતા. જે ફોટાથી આરોપી ફરિયાદીને બ્લેકમેઇલ કરતો હતો. તેણે યુવતીને બળજબરીથી લિવ ઇનના કાગળો પર પણ સહી કરાવી લીધી હતી.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો યુવતી એક ખાનગી દુકાનમાં કામ કરે છે અને છેલ્લા ૫ વર્ષથી અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે. ફરિયાદ પ્રમાણે યુવતી માર્ચ ૨૦૨૦થી યુવકના સંપર્કમાં આવી હતી.ત્યાર બાદ તેમની વચ્ચે મોબાઈલ પર વાત થતી હતી. આ બંનેની મુલાકાત સોશિયલ મીડિયા થકી થઇ હતી. થોડી મિત્રતા બાદ યુવકે જુલાઇ ૨૦૨૦માં યુવતીને વીડિયો ફોન કરી તેને પોતાની વાતોમાં ફસાવીને ઉપરના કપડાં ઉતારવા કહ્યું હતુ. યુવતી તે યુવકની વાતોમાં આવી ગઇ હતી અને તેણે કપડાં ઉતારી દીધા હતા. જે દરમિયાન આરોપી યુવકે યુવતીના ફોટો પાડી લીધા હતા.

ત્યાર બાદ તેઓ પહેલીવાર નવેમ્બર, ૨૦૨૦માં મળ્યા હતા. જે બાદ થોડા કલાકો વાત કર્યા બાદ બંને છૂટા પડી ગયા હતા. ૧૨ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ આરોપી યુવકના યુવતી ઉપર ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, મારા ઘરમાં બીજી છોકરી સાથે લગ્નની વાત ચાલી રહી છે. જેથી તું મળવા આવ પરંતુ યુવતીએ ના પાડતા આરોપીએ નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.

જેથી યુવતી તેને મળવા આવી હતી. આરોપી યુવકે પોતાની બુલેટ મૂકી ત્યાંથી ઉબેરમાં સરખેજ હાઈવે પર એક હોટેલમાં લઈ ગયો અને ત્યાં જમવાનું અને સોફ્ટ ડ્રિન્ક મંગાવ્યુ હતુ. આ પીણામાં કેફી પદાર્થ નાખી દીધો હતો. જેનાથી યુવતી બેભાન થઈ ગઇ હતી. સાંજે જયારે તે જાગી ત્યારે પ્રવાઇવેટ પાર્ટમાં દુખાવો થતા તેને આરોપી યુવકને પૂછ્યું તેને શારીરિક સંબંધ બાંધ્યા હોવાની વાત કહી અને તેના ફોટો પણ પડાવી લીધા હોવાનું કહ્યું હતુ. ત્યાર બાદ યુવતીને ૧૩ ડિસેમ્બરના રોજ એલિસબ્રિજની એક હોટેલમાં લઈ જઈ ફોટો વાયરલ કરવાની ધમકી આપી ફરી બળાત્કાર કાર્યો હોવાનું સામે આવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution