વડોદરા-

કોરોના મહામારીએ સમગ્ર ભારતની ભરડામાં લીધું છે ત્યારે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ SSG હોસ્પિટલની મુલાકાત લીધી હતી આ મુલાકાતમાં સૌપ્રથમ અમિત ચાવડા દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાવાળા ઓને મળી સાંત્વના આપી હતી. તેમજ તેમને કોઈ મુશ્કેલી નડે છે તેની નોંધ લીધી હતી. જવાબમાં દર્દીઓના પરિવારજનોએ શ્રી અમીતભાઈ ચાવડા સમક્ષ માગણી કરી હતી કે હોસ્પિટલ દાખલ દર્દીને તેમના પરિજનોને મળવા દેવામાં આવે તેમજ અન્ય મુશ્કેલીઓ જે પડતી હતી અને નોંધી SSG હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ રંજન ઐયરને મળી જનતાની પડતી મુશ્કેલીઓ વર્ણવી હતી તેમજ કોવિડ પ્રોટોકોલનું પાલન કરી PPE કીટ પહેરી તેમનાં સ્વજનને મળવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે. તેમજ ભગવાન ના કરે પરંતુ નિષ્ણાતોના અનુસાર 10 મે થી 15 મે વચ્ચે આવનાર ત્રીજા વેવ માટે તૈયારીની સમીક્ષા કરી હતી તેમજ કોંગ્રેસ પક્ષ તરફથી જે મદદની જરૂર હોય તેની માટે કોંગ્રેસ નો સંપર્ક કરશે તો કોંગ્રેસ હંમેશાની જેમ જનસેવામાં લાગી જશે અને બનતી મદદ નો પ્રયત્ન કરશે. ઉપરોક્ત પત્રકાર વાર્તાલાપમાં કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા જણાવ્યું હતું કે ફેબ્રુઆરી ૨૦૨૦ માં નમસ્તે ટ્રમ્પ યોજી સરકારે કોરોના ને આમંત્રણ આપ્યું ને ફેબ્રુઆરી ૨૦૨૧ માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં હજારો લોકો ભેગા કરી કોરોનાને ફેલાવવામાં મદદ કરી. કોરોના મહામારીમાં સંજીવની ગણાય તેવા રેમડેસીવીર ઈંજીકશન દર્દીઓને મળી નથી રહ્યા જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ૫૦૦૦ જેટલા ઇન્જેક્શન લઈ આવે છે. અને બીજી બાજુ આ ઇન્જેક્શનની ખુલ્લેઆમ કાળા બજારી પણ થઈ રહી છે આ ગંભીર પરિસ્થિતિ ની જાણ સરકારને હોવા છતાં પણ તેના સામે કોઈ પણ પગલા લીધા નથી. બીજી વ્યવસ્થામાં વડોદરામાં 170 મેટ્રિક ટન ઓક્સિજન ની જરૂરિયાત છે જેની સામે 142 મેટ્રિક ટન જ ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. જે 28 મેટ્રિક ટનની ઘટ પડે છે તેને લીધે 3000 જેટલા દર્દીઓને ઓક્સિજન મળતો જ નથી કે પૂરતા પ્રમાણમાં મળતો નથી તેનાથી વડોદરામાં મૃત્યુઆંક પણ વધ્યો છે.

ગુજરાતમાં ૦.૫ % જ દર્દીઓ છે છતાં પણ સ્વાસ્થ્ય સુવિધાઓ આપવામાં સરકાર નિષ્ફળ ગઈ છે ત્યારે જો ત્રીજા તબક્કામાં દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તે માટેનું પણ આયોજન સરકાર પાસે નથી. આ પ્રકારનું કૃત્ય માટે કોંગ્રેસ પ્રમુખશ્રી અમિત ચાવડા જી એ સરકાર વિરુદ્ધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવો જોઇએ તેવી માગણી કરી હતી. છેલ્લા તેર મહિનાથી કોરોના મહામારી ચાલી રહી છે પરંતુ પરંતુ સ્વાસ્થ્ય સુવિધા ઊભી કરવામાં તેમજ તેનું આયોજન કરવામાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે. કોંગ્રેસ પક્ષ સરકારને વારંવાર રજૂઆત કરે છે કે સારા તબીબો, વિરોધ પક્ષ અને સામાજિક સંસ્થા બધાને ભેગા કરી આ મહામારીનો સામનો કરવા માટે તેમના પણ વિચારો જાણી અમલમાં મુકવામાં આવે તો મહામારી સામે લડી સારી રીતે લઢી શકાય તેમ છે. પરંતુ સરકાર દ્વારા ફક્ત પોતાના પક્ષ અનુસાર કાર્ય કરી રહી છે. પ્રમુખ અમિત ચાવડાજીએ જનતાને હાકલ કરી હતી કે વેક્સિન સંજીવની છે દરેકે તે જલ્દી થી જલ્દી લેવી જોઈએ અને સરકારે પણ પર્યાપ્ત માત્રામાં તેની આપુરતી કરવી જોઈએ