ગાંધીનગર-
પાંજરાપોળોની જમીનમાં જે લીલો ઘાસચારો ઉત્પન્ન થાય તેને રોજીંદા વપરાશ ઉપરાંત અન્ય પાંજરાપોળ કે સંસ્થાના મૂંગા પશુધન માટે પણ મોકલી શકાય તે માટે લીલા ઘાસની ગાંસડી બાંધી તેના સ્ટોરેજ માટે આ ગ્રીન ફોડર બેલર ઉપયોગમાં આવતું હોય છે. રાજ્યની રજીસ્ટર્ડ પાંજરાપોળો પોતાની જમીનમાં પશુધન માટે ઘાસ ઉગાડવા અને તેને ખેતીલાયક બનાવવા બોરમાંથી પાણી આપી શકે, તેમજ પાંજરાપોળના પશુઓના શેડ સુધી પાણી પૂરવઠો પહોચાડી શકે તે હેતુસર પાઇપલાઇન ફોર વોટરીંગ અંતર્ગત પ્રથમ હેકટરે રૂ.30 હજાર તથા પછીના પ્રતિ હેક્ટર વધારાના રૂ.20 હજાર, પરંતુ મહત્તમ રૂ.2.10 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવશે.
રેવન્યુ રેકોર્ડ પ્રમાણે પોતાની માલિકીની જમીન ધરાવતી પાંજરાપોળો જ આ યોજનાનો લાભ લઈ શકશે. રજીસ્ટર્ડ પાંજરાપોળોને ઘાસ ઉગાડવાના હેતુસર ટયૂબવેલ સહાય તરીકે 1થી 10 હેકટર જમીન વિસ્તાર ધરાવતી પાંજરાપોળોને રૂ.10 લાખની મર્યાદામાં સહાય આપવાનો નિર્ણય કર્યો છે. પાંજરાપોળો સૌરઊર્જાનો ઉપયોગ કરી વીજ બિલમાં પણ બચત કરી શકે માટે 1થી 10 હેકટર પોતાની જમીન ધરાવતી રજીસ્ટર્ડ પાંજરાપોળોને સોલાર ઇલેકટ્રીક પેનલ માટે રૂ.8 લાખની મર્યાદામાં સહાય ચૂકવવાનો પણ નિર્ણય કર્યો છે. ગ્રીન ફોડર બેલર માટે 4થી 10 હેકટર પોતાની જમીન ધરાવતી પાંજરાપોળોને રૂ.3.50 લાખની મર્યાદામાં અને ચાફકટર માટે 1થી 10 હેકટર જમીન ધારકોને રૂ.1.25 લાખની મર્યાદામાં સહાય અપાશે.