ગીરસોમનાથ, બાદલપરા ગામ સૌરાષ્ટ્ર અને ગુજરાત નું પ્રથમ ગામ હશે કે જ્યાં સતત છઠી ટર્મ પણ સમરસ મહિલા બોડી સાથે મહિલાઓ નું શાશન સ્થપાયું છે. અમર શહીદ ધાનાબાપા બારડ, રાજ્ય ના માજી મંત્રી અને પૂર્વ સાંસદ દિવંગત જશુભાઈ બારડ અને વર્તમાન ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ ના માદરે વતન એવું બાદલપરા ગામ અન્ય ગ્રામપંચાયતો માટે પ્રેરણાદાયી બન્યું છે. સામાજિક અને સર્વાંગી વિકાસ ના પર્યાય એવા બાદલપરા ગામ માં મહિલાઓ ને દરેક ક્ષેત્રે પ્રાધાન્ય પૂરું પાડવા ની નેમ સાથે બાદલપરા ગામ માં સ્ત્રી અનામત ના હોવા છતાં મહિલાઓ ને જ ૨૦ વર્ષ થી ગ્રામપંચાયત માં સતાનું સુકાન સોંપવા માં આવે છે. અને ગ્રામજનો દ્વારા સર્વાનુમતે જ્યારે સંપૂર્ણ વિશ્વાસ સાથે મહિલાઓ ને સતા સ્થાને બેસાડે છે ત્યારે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની બાદલપરા ગામ ને અત્યાધુનિક સુવિધાઓ થી સજ્જ ગામ બનાવવા માં સફળ રહી છે. આદર્શ સાથે આધુનિક બાદલપરા ગામ સંપૂર્ણ સીસીટીવી, માઇક સિસ્ટમ, ઘરે ઘરે નલ સુવિધા થી સજ્જ બન્યું છે. બાદલપરા ગામ માં આ વખતે અનુસૂચિત અનામત હોય જેથી ગામના અનુસૂચિત સમુદાય માંથી મુક્તાબેન વાળા ની સરપંચ તેમજ અન્ય તમામ મહિલા સદસ્યો ની બિનહરીફ વરણી સાથે છઠી ટર્મ પણ સમરસ મહિલા બોડી બની છે. છેલ્લી પાંચ ટર્મ માં એટલે કે વિસ વર્ષ માં મહિલા શાશન માં બાદલપરા ગામ અનેક એવોર્ડ થી વિજેતા બન્યું છે. ગામ ની સમરસ મહિલા સરપંચ બોડી ગામ ના વિકાસ ને વધુ વેગવંતો બનાવવા અને ગૃહિણીઓ પર ગ્રામજનોએ મુકેલ વિશ્વાસ ને પરિપૂર્ણ કરવા કટિબદ્ધતા દાખવી છે.

બાદલપરા ગામની છઠી સમરસ મહિલા બોડી

૧) વાળા મુક્તાબેન મનસુખભાઇ ( સરપંચ ), ૨) કછોટ પુરીબેન વિજયભાઈ ( ઉપસરપંચ), ૩) બારડ નયનાબેન રામભાઈ (સદસ્ય), ૪) ચાવડા કોમલબેન કિશોરભાઈ (સદસ્ય), ૫) પંપાણીયા રમાબેન માંડણભાઈ (સદસ્ય), ૬) બારડ રાજીબેન રમેશભાઈ સોલંકી અર્ચનાબેન નરેન્દ્રભાઈ (સદસ્ય), ૭) સોલંકી મંજુબેન દેવસીભાઈ (સદસ્ય)