પંચમહાલ જીલ્લામાં સમાવિષ્ટ ૩૫૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી રવિવારના રોજ યોજાઈ હતી શાંતિપુર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ હતી અને જીલ્લા નું ૭૯.૪૭ % જેટલું મતદાન નોંધાયુ હતું જેની આજે જીલ્લા ના તાલુકા મથકો ખાતે મતગણતરી ચૂંટણી અધિકારી અને પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી ગોધરા મતગણતરી કેન્દ્ર ખાતે તંત્ર ના યોગ્ય આયોજન ના અભાવે મતગણતરી મંથરગતિએ ચાલતા ઉમેદવારો ના સમર્થકોને કલાકો સુધી બહાર બેસી રહેવાની નોબત આવી હતી જેને લઈ લોકોમાં પણ એક પ્રકારે નારાજગી જાેવા મળી હતી એક પછી એક ચૂંટણી પરીણામો જાહેર થતા સવાર થી મત ગણતરી કેન્દ્ર બહાર સમર્થકોનો મેળાવડો જામ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પંચમહાલ જીલ્લામાં ૧૯મી ડીસેમ્બર ના રોજ ૩૫૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી જીલ્લા નું ૭૯.૪૭ % ટકા મતદાન યોજાયુ જેની આજે જીલ્લા ના તાલુકા મથકો ગોધરા,શહેરા, કાલોલ, હાલોલ, મોરવા, જાંબુઘોડા, ધોધંબા સહીતના તાલુકા મથક ખાતે ચૂંટણી અધિકારી ની ઉપસ્થિતમાં વહેલી સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી રાઉન્ડ મુજબ મતપેટી ખોલી મતગણતરી થયા બાદ ચૂંટણીના એક પછી એક દરેક ગામોના પરીણામ જાહેર કરવામાં આવ્યા હતા જેને લઈ મતગણતરી સ્થળે મોટી સંખ્યામાં ઉમેદવારો અને સમર્થકોના ટોળે ટોળા ઉમટયા હતા જેને પોલીસ નો પણ ચુસ્ત બંદોબસ્ત જાેવા મળ્યો હતો ચૂંટણી પરીણામ જાહેર થતા ની સાથે કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હોય તેવા પણ દ્રશ્યો જાેવા મળ્યા હતા ગોધરા તાલુકામાં સમાવિષ્ટ ૬૫ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી ગદુકપુર પોલિટેક્નિક કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી જયાં તંત્રના યોગ્ય આયોજન ના અભાવે મતગણતરી મંથરગતિએ ચાલતી હોવાનું ચર્ચાઈ રહ્યું હતું મીડીયાકર્મી માટે યોગ્ય આયોજન ન હોવાથી પરીણામ જાણવા માં ભારે હાલાકી પડી રહી હતી.મતગણતરી સ્થળે વહેલી સવારથી ઉમેદવારોના સમર્થકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટયા હતા જેને લઈ પોલીસે સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત બંદોબસ્ત તૈનાત કરી દીધો હતો વિજેતા ઉમેદવારો ના એક પછી એક ઢોલ નગારા અને ડીજે સાથે વિજય સરઘસ નીકળ્યા હતા વિજેતા ઉમેદવારોને તેમના સમર્થકોએ જાહેર શુભેચ્છાઓ પાઠવી મોં મીઠું કરાવ્યું હતું પોલીસ ના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી મોડી રાત્રે સંપન્ન થતા પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

સિંગવડ ખાતે તાલુકાની ૩૦ પંચાયતોની મતગણતરી હાથ ઃ વિજેતાઓમાં ભારે ઉત્સાહ

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા મથક ખાતે આજે સિંગવડ તાલુકાની ૩૦ ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મામલતદાર કચેરી ખાતેના ભવન સવારથી જ મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં ધીમી ગતિએ મતગણતરી ચાલતા પરિણામો બપોર બાદ આવતા હતા દરમિયાન કહી ખુશી કહી ગમ જેવો માહોલ ઉમેદવારો અને સભ્યોમાં જાેવા મળ્યો હતો મોડી સાંજે ૫ વાગ્યા દરમિયાન સિંગવડ તાલુકાની ૩૦ ગ્રામ પંચાયતો માંથી માત્ર ૧૦ ગ્રામ પંચાયતના સરપંચ પદ અને સભ્યોના નામો વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે ગ્રામ પંચાયત સાકરીયા ના સવલી બેન નરવતભાઈ ભગોરા મેળવેલ મત ૩૮૨ , ગ્રામ પંચાયત પિસોઈ મુકેશભાઈ રતનસિંહ બારીયા ૪૧૫, માતાના ગ્રામ પંચાયતની ધીરાભાઈ રામસિંગભાઈ નીનામા ૫૩૩ મત, સરજુમી ગ્રામ પંચાયતના અંજનાબેન રમેશભાઈ હઠીલાને ૪૬૨ મત,કાલીયાગોટા ગ્રામ પંચાયત રીનાબેન નિલેશભાઈ સંગાડા ને ૬૩૬ મત, નાના આંબલીયા ગ્રામ પંચાયત મહેન્દ્રભાઈ નીરુ ભાઈ પટેલ ૧૦૩૩ મત, અગારા ગ્રામ પંચાયતના તાજ સિંહ દલસીગભાઈ બારીયા ને ૧૦૪૯ મત મળ્યા હતા.

પુંસરી ગામે પંચાયતની ચૂંટણીના મતદાન બાદ ધીંગાણામાં ચાર જણાને જીવલેણ ઈજાઓ

દાહોદ જિલ્લામાં જ્યારે જ્યારે પણ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય છે ત્યારે ત્યારે ચૂંટણી બાદ મારામારી તેમજ રાયોટિંગના બનાવો બનતા આવ્યા છે ત્યારે દાહોદ તાલુકાના પુંસરી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન બાદ ઉમેદવારી નોંધાવવાના મામલે થયેલ ધીંગાણામાં તલવાર ધારીયા લોખંડની પાઈપો તેમજ લાકડી જેવા મારક હથિયારોનો છૂટથી ઉપયોગ કરાતા એક મહિલા સહિત ચાર જણાને ગંભીર જીવલેણ ઈજાઓ થતા આ મામલે ૧૭ જેટલા ઇસમોના ટોળા વિરુદ્ધ હત્યાની કોશિશ તથા રાયોટિંગનો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના પુંસરી ગામના રાકેશ મથુર ભુરીયા સહિત ૧૭ જેટલા ઈસમો નું ટોળું ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનના દિવસે મોડી સાંજના સાડા છ વાગ્યાના સુમારે ગેરકાયદેસર મંડળી બનાવી હાથમાં તલવાર ધારિયા લોખંડની પાઈપો તેમજ લાકડી જેવા મારક હથિયારો લઇ મતદાન મથક નજીક આવી અરવિંદ રત્નાભાઇ ભુરીયા ને બેફામ ગાળો બોલી ધાક-ધમકી આપી તમે કેમ અમારી સામે ઉમેદવારી નોંધાવેલ આજે તમોને છોડવાના નથી.

પિસોઈ ગામમાં પથ્થર મારતા વિજેતા ઉમેદવારના સમર્થકને માથાના ભાગે ઈજા

સીંગવડ તાલુકાના ચુંટણી પરિણામને લઈ ને વહિવટી તંત્રએની નિષ્કાળજીના કારણે ટ્રાફિક જામ ના દ્ર્‌શ્યો સર્જાયા .જ્યારે વાહનઓનો ટ્રાફિક જામ થતાં ભારે રોષ જૉવા મળ્યો હતો. વહીવટી તંત્ર ની નિષ્કાળજી ના કારણે ઉમેદવારો અને સમર્થકો સહિત સંખ્યા બંધ મતદારો રસ્તા પર ઉભા રહેતા ટ્રાફિક જામ થયો હતો. જી એલ શેઠ હાઇસ્કુલ સીંગવડ ના મેદાન ખાલી હોવા છતા વ્યવસ્થા ના કરવામાં આવતા ભારે રોષ જાેવા મળ્યો હતો જ્યારે. દિવસ દરમિયાન ચાલેલી મતગણતરીમાં સીંગવડ તાલુકાના પિસોઈ કેસરપુર સહિતના ગામોમાં નાની-મોટા ઝઘડા થવા થયા હતા જ્યારે પિસોઈ ગામમાં પથ્થર મારતા વિજેતા ઉમેદવારના સમર્થક ને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સિંગવડ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી બોડેલી ,કવાંટ, છોટાઉદેપુર ,સંખેડા સહિત

કેન્દ્રો પર મત ગણતરી ઃભારે ભીડ જાેવા મળી

બોડેલી ,કવાંટ, છોટાઉદેપુર ,સંખેડા સહિત કેન્દ્રો પર મત ગણતરીની કામગીરી હાથ ધરાઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. છોટાઉદેપુર જિલ્લામાં ૨૩૦ ગ્રામ પંચાયતમા સામાન્ય ચૂંટણી અને ૦૨ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાઇ હતી.સમગ્ર જિલ્લામાં ૭ ગ્રામ પંચાયત સમરસ , થઈ છે૨૨૭ સરપંચ પદ માટે ૯૨૨ ઉમેદવાર ,૧૪૪૧ વોર્ડ સભ્યો માટે ૩૮૫૫ ઉમેદવારો મેદાનમાં હતા.જિલ્લામાં કુલ ૭૦૮ મથદાન મથકો , અતિસંવેદન ૯૪ મતદાન મથક હતા.૨,૬૫,૭૮૮ પુરુષ મતદારો, ૨,૪૯,૯૮૮ મહિલા મતદારો હતા.

નગવાવ ગામે પથ્થરમારામાં પોલીસ કર્મીને ઈજાઓ

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના નગવાવ ગામે બુથની બહાર બોગસ વોટીંગ કરવાના પ્રયાસો કરી રહેલ નગવાવ ગામના નવ જેટલા ઈસમોએ ફરજ પરની પોલીસ પર પથ્થરમારો કરતા બે એક પોલીસ કર્મીઓને સામાન્ય ઈજાઓ થવા પામી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર નગવાવ ગામના નિશાળ ફળિયામાં રહેતા પરમાર કુટુંબના હરીશ વીરસીંગભાઇ, દિનેશભાઈ સલુભાઈ, શૈલેષભાઈ સનાભાઇ, રતન કાનજીભાઈ, પરસોત્તમ ફારમભાઈ પ્રકાશ સલુભાઈ, સુરેશ પર્વતભાઈ, જવાહર બાબરભાઈ, પ્રતાપ પર્વતભાઈ ગુલજીભાઈ એમ નવે જણા મતદાનના દિવસે સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે નગવાવ બુથની બહાર ઉભા રહી બોગસ વોટિંગ કરવા ના પ્રયાસો કરી રહ્યા હતા.