બાળદર્દીના કમોતથી ‘સત્વ હોસ્પિ.’ સામે સગાઓનો હોબાળો
20, જુન 2021

વડોદરા : નોર્મલ તાવની સારવાર માટે શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલ ખાનગી સત્વ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ ટ્‌વીન્સ બાળક પૈકી એક ૪ વર્ષીય બાળકને રર દિવસની સારવાર દરમિયાન તબીબ અને હોસ્પિટલના સ્ટાફના કર્મચારીઓની નિષ્કાળજીને લીધે મૃત્યુ પામતાં બાળદર્દીના વાલી અને સગાંઓએ હોસ્પિટલના તબીબ વિરુદ્ધ ભારે હોબાળો મચાવી કારેલીબાગ પોલીસ મથકે તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

આ સમગ્ર બનાવની વિગત અનુસાર નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં રહેતા રિક્કીભાઈ રાણા એકસાથે બે જાેડિયાં બાળકોના પિતા બન્યા હતા. રિક્કીભાઈ રાણા લીન્ડે એન્જિયરિંગ કંપનીમાં નોકરી કરે છે. તેમના બે જાેડિયાં ટ્‌વીન્સ પ્રેય રાણા (ઉં.વ.૪) અને પંથ રાણા (ઉં.વ.૪) પૈકી પ્રેય રાણાને છેલ્લા ત્રણ ચાર દિવસથી સામાન્ય તાવ આવતો હતો. જેથી પિતા રિક્કી રાણાએ કોરોનાને લીધે હરણી સંગમ ચાર રસ્તા પર આવેલ ડો. ઉપેન્દ્ર કાપડિયાની ખાનગી સત્વ ચિલ્ડ્‌્રન હોસ્પિટલમાં સારવાર માટે ગત તા.ર૮મી મેના રોજ ચાર વર્ષીય પુત્ર પ્રેયને લઈને પિતા રિક્કી રાણા આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ ડો. કાપડિયાએ બાળદર્દીને દાખલ કરી સારવાર હાથ ધરી હતી. જાે કે, આ બાળદર્દીના મેલેરિયા-ટાઈફોઈડ અને ન્યૂમોનિયા, કોરોનાના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. ત્યાર બાદ તાવની સારવાર હાથ ધરી હતી. એક સપ્તાહ બાદ દર્દીની સોનોગ્રાફી કરાવી જેમાં લીવરમાં રસી હોવાનું નિદાન આવ્યું હતું. આ રસી માટે ડોકટરે બીજા ડો. આનંદ નાગોર પાસે મોકલ્યા હતા, જ્યાં લીવરમાંથી રસી ખેંચી બોટલ ચઢાવ્યો હતો. હિમોગ્લોબિનની ઊણત સર્જાતાં બાળદર્દીને કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં રિફર કરાયો હતો. આ બંને હોસ્પિટલોમાં સારવાર થયા બાદ બાળદર્દીને સત્વ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં રર દિવસની સારવાર દરમિયાન બુધવાનાર રોજ બાળદર્દીનું જમવાનું બંધ થઈ ગયું હતું. ગુરુવારે તેની આંખો લાલ થઈ જવા સાથે ખેંચ આવી ગઈ હતી. આ બાળદર્દીને ખેંચ આવી તે વખતે હોસ્પિટલનો નર્સ્િંાગનો કર્મચારી ચાલુ નોકરીએ ખાનગી કામ માટે બજાર જતો રહ્યો હતો. અલબત્ત, હોસ્પિટલમાં હાજર ન હતો.

આખરે રર દિવસની સારવાર દરમિયાન બાળદર્દી પ્રેય રાણાનું મોત નીપજ્યું હતું. જેથી બાળદર્દીના વાલી અને સગાઓમાં હોસ્પિટલના તબીબ ડો. ઉપેન્દ્ર કાપડિયા અને ફરજ પરના સ્ટાફ પ્રત્યે રોષની લાગણી વ્યક્ત કરી હોસ્પિટલમાં ભારે હંગામો મચાવ્યો હતો અને તબીબની ડોકટરી લાઈસન્સ રદ કરવાની માગ સાથે કારેલીબાગ પોલીસ મથકે તબીબ અને તેમના સ્ટાફ વિરુદ્ધ નિષ્કાળજી અને લાપરવાહીની ફરિયાદ નોંધાવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution