નવી દિલ્હી-

માર્કેટ કૅપના હિસાબથી દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાં કંપનીના મેગા ફ્યૂચર પ્લાનની જાહેરાત થઈ શકે છે. રિલાયન્સ ઇન્ડસ્રીે ઝના ચેરમેન મુકેશ અંબાણી ફેસબુક જેવી ટેક દિગ્ગજોની સાથે ભાગીદારીનો ફાયદો ઉઠાવવા સાથે જોડાયેલી જાહેરાત કરી શકે છે. એવું અનુમાન પણ છે કે એજીએમમાં અંબાણી શેરહોલ્ડર્સની સામે પોતાની મુખ્ય કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તેલને રસાયણમાં ફેરવવાની મોટી વિસ્તાર યોજનાની પણ જાણકારી આપશે. રિટેલ બિઝનેસ ગ્રોથ પ્લાન 

આ બેઠકમાં કંપનીના રિટેલ બિઝનેસ ગ્રોથ પ્લાન પર ફોકસ રહી શકે છે. તેની સાથે જ O-to-C બિઝનેસનો પ્લાન જણાવવામાં આવી શકે છે. જાણકારોનું કહેવું છે કે AGMમાં કંપની Aramco ડીલ વિશે જાણકારી આપી શકે છે. આજની એજીએમમાં ઇનવિટ અને O-to-C બિઝનેસમાં ભાગીદારી વેચાણની પ્રગતિની જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત ડિજિટલ વેપારમાં વ્યૂહાત્મક ભાગીદારી વિશે વધુ જાણકારી મળી શકે છે, નાણાકીય કારોબાર ગ્રોથ પ્લાનની જાણકારી મળી અને ઓઇલથી રસાયણ એકીકરણ પ્રક્રિયા તથા નવી ટેક્નોલોજી વિશે જણાવવામાં આવી શકે છે.